વરણુ પાસે ખનિજની ચોરીનો મોટો કારસો ઝપટે : રેન્જ સ્તરેથી દરોડો

ગાંધીધામ, તા. 8 : સરહદી રેન્જના વડા દ્વારા કચ્છમાં ખનિજચોરીની બદીને અંકુશમાં લાવવા માટે પોલીસ કર્મચારીઓને કડક સૂચના  આપવામાં આવી છે, એવામાં  વાગડ પંથકના  રાપર તાલુકામાં વરણુ  ગામની  હદમાં    આર.આર. સેલ પોલીસ ટુકડીએ લાખોની  ખનિજચોરીનો પર્દાફાશ  કરી  સાધનો કબ્જે કર્યાની વિગતો પ્રાપ્ત  થઈ  હતી. જો  કે આ અંગે સત્તાવાર  વિગતો જાહેર કરાઈ નથી. સરહદી  જિલ્લામાં   છેલ્લા લાંબા સમયથી ગેરકાયદેસર રીતે ખનિજચોરીનો મોટો કારોબાર ચાલી રહ્યો  છે.  આ મુદ્દે  રેન્જ વડા સુભાષ ત્રિવેદી દ્વારા  પોલીસને સક્રિય બની કાર્યવાહી   કરવા  કડક  આદેશ  આપ્યા છે. બહાર આવેલી  વિગતો અનુસાર  રાપર તાલુકાનાં વરણુ  ગામના  જંગલ  વિસ્તારમાં  થતી  ખનિજચોરી મુદ્દે રેન્જ કક્ષાએથી નોંધપાત્ર કામગીરી કરાઈ છે. આર.આર. સેલ પોલીસે 50થી 60 લાખનું યંત્ર તથા ખનિજ ભરેલા વાહનો સહિતને પકડયા હોવાનું જાણકાર સૂત્રોએ કહ્યંy હતું. આ લખાય છે ત્યારે  10.35 વાગ્ય સુધી આ કાર્યવાહી અંગે સત્તાવાર  વિગતો જારી થઈ ન હતી. નોંધપાત્ર છે કે  આ કાર્યવાહીમાં આગામી દિવસોમાં કોની વિકેટ જશે એ જોવું રહ્યું.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer