હિટમેન રોહિતે રચી વિક્રમોની વણઝાર

રાજકોટ તા.8: રોહિત શર્માએ ફરી એકવાર સાબિત કરી દીધુ છે કે તે વિશ્વ ક્રિકેટનો નંબર વન હિટમેન છે. રાજકોટની ખંઢેરી સ્ટેડિયમની સપાટ વિકેટ પર તેણે બંગલાદેશ વિરૂધ્ધના બીજા ટી-20 મેચમાં ચોકકા-છકકાની રમઝટ બોલાવીને 43 દડામાં 8પ રનની આતશી ઇનિંગ રમી હતી.  આથી ભારતનો 8 વિકેટે આસાન વિજય થયો હતો. હિટમેન રોહિતે 6 ચોક્કા અને 6 છક્કા લગાવ્યા હતા. આ આક્રમક ઇનિંગ દરમિયાન રોહિતે વિક્રમોની વણઝાર પણ રચી હતી. વિરાટ કોહલીની ગેરહાજરીમાં કેપ્ટનપદ સંભાળી રહેલ રોહિત શર્માએ વર્તમાન કેલેન્ડર વર્ષમાં તમામ ફોર્મેટના ક્રિકેટમાં સૌથી વધુ છકકા લગાવનારો બેટધર બની ગયો છે. ખાસ વાત એ છે કે તેણે આ સિધ્ધિ સતત ત્રીજા વર્ષે હાંસલ કરી છે. તેના નામે આ વર્ષે 66 છક્કા સ્કોરબૂકમાં બોલે છે. રોહિતે વર્ષ 2017માં 6પ છકકા માર્યાં હતા. જ્યારે ગયા વર્ષે તેના બેટમાંથી 74 સિકસ નીકળી હતી. જે રેકોર્ડ છે. એક કેલેન્ડર વર્ષમાં તમામ ફોર્મેટમાં સૌથી વધુ છક્કાનો વર્લ્ડ રેકોર્ડ પાછલા ત્રણ વર્ષથી રોહિત સર્જી રહ્યો છે. ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રોહિત કુલ 1પ છક્કા સાથે નંબરવન પર છે. આ પછી ક્રિસ ગેલ અને માર્ટિન ગુપ્ટિલ 10પ-10પ છક્કા સાથે સંયુકત રીતે બીજા સ્થાને છે. તેણે સુકાની તરીકે 17 ઇનિંગમાં 37 છક્કા માર્યાં છે. જયારે ધોનીએ 62 ઇનિંગમાં 34 અને કોહલીએ કેપ્ટન તરીકે ટી-20માં 26 ઇનિંગમાં26 છકકા લગાવ્યા છે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં માં રોહિતના નામે કુલ 398 સિકસ છે. આ મામલે તે ત્રીજા ક્રમે છે. કેરેબિયન કિંગ ક્રિસ ગેલે પ34 ઇનિંગમાં પ30 સિકસ સાથે પહેલા સ્થાને છે. પાક. ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદી 476 ઇનિંગમાં પ08 છક્કા લગાવી ચૂકયો છે. રોહિતે 398 ઇનિંગમાં 3પ4 વખત છક્કા ફટકાર્યા છે. ટી-20 ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ સિકસ રોહિત (આઇપીએલ સામેલ)ના નામે (349) છે. આ પછી સુરેશ રૈના (311) અને એમએસ ધોની (29પ) છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer