ભારતને ચોથીવાર મળ્યું હોકી વિશ્વકપનું યજમાનપદ

લુસાને, તા. 8 : હોકીપ્રેમી ભારતીયો માટે ખુશખબર સમાન સમાચારમાં 2023માં યોજાનારા વિશ્વકપનું યજમાનપદ ભારતને મળ્યું છે. ભારતને આ મોકો ચોથીવાર મળ્યો છે. આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘે શુક્રવારે આ ઘોષણા કરી હતી. બીજી તરફ મહિલા હોકી વિશ્વકપનું સંયુક્ત યજમાનપદ સ્પેન અને નેધરલેન્ડને સોંપ્યું છે. ભારત અગાઉ 1982, 2010 અને   2018માં પણ વિશ્વકપનું આયોજન  કરી ચૂક્યું છે. જો કે, વિશ્વકપમાં ભારતનો દેખાવ ઘણો સારો રહ્યો નથી. આઠવાર ઓલિમ્પિક સુવર્ણ જીતનાર ભારત હોકી વિશ્વકપ  માત્ર એક વખત 1975માં જીતી શક્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer