ચિંકી યાદવનું સટિક નિશાન : ભારતને 11મો ઓલિમ્પિક ક્વોટા

દોહા, તા. 8 : ચિંકી યાદવે શુક્રવારે અહીં 14મી એશિયાઇ ચેમ્પિયનશિપમાં મહિલાઓના 25 મીટર પિસ્તોલ સ્પર્ધાની ફાઇનલમાં સ્થાન મેળવીને ભારતને નિશાનેબાજીમાં 11મો ઓલિમ્પિક ક્વોટા અપાવ્યો હતો. ચિંકીએ ક્વોલિફિકેશનમાં 588 અંક કર્યા, જેમાં એક `પરફેકટ થ્રો' પણ સામેલ છે. યાદવ થાઇલેન્ડની નેપહાસવાન યાંગપાઇબૂન (590) બાદ બીજા સ્થાને રહી હતી. ભારત માટે 25 મીટર પિસ્તોલમાં બીજો ક્વોટા અપાવનાર 21 વર્ષીય ચિંકી હવે આઠ મહિલાના ફાઇનલ મુકાબલામાં ભાગ લેશે. અગાઉ રાહી સરનોબતે ચાલુ વર્ષના પ્રારંભે જ મ્યુનિખમાં વિશ્વ કપમાં પ્રથમ ક્વોટા ભારતને અપાવ્યો હતો.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer