પ્રવાસી પાકિસ્તાનને પછડાટ : ઓસ્ટ્રેલિયાની 10 વિકેટે જીત

નવી દિલ્હી, તા. 8 : ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પાકિસ્તાનના પરાજયની પરંપરા જારી છે. ટી-20 શ્રેણીના ત્રીજા મુકાબલામાં યજમાન કાંગારુ ટીમે સહિયારું પ્રદર્શન કરતાં પ્રવાસી પાકને 10 વિકેટે પછડાટ આપી હતી. પાકિસ્તાનનો માત્ર એક જ બેટધર 20 રનનો આંકડો પાર કરી શક્યો હતો. ઓસી.ના બોલિંગ આક્રમણ સામે પાકિસ્તાની બેટધરો સાવ ઘૂંટણિયે બેસી ગયા હતા અને 8 વિકેટે 106 રનમાં પાક ટીમ સમેટાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ આસાનીથી લક્ષ્ય આંબી લીધું હતું. સુકાની એરોન ફિંચ (52) અને ડેવિડ વોર્નર (48)એ 109 રનની ભાગીદારી કરતાં વિકેટ ખોયા વગર જીત અપાવી હતી. એક સમયે વોર્નર અને ફિન્ચના 34-34 દડામાં 47-47 રન હતા. ત્યારબાદ 35-35 દડામાં 48-48 રન હતા. પછી ફિન્ચે ચોગ્ગા સાથે જીત અપાવી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer