રાપરમાં નાણાં લઈને આયુષ્માન કાર્ડ બનાવનાર કર્મચારી સાણસામાં

ગાંધીધામ, તા. 8 : રાપર તાલુકાનાં ફતેહગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નાણાં લઈ આયુષ્માન ગોલ્ડ કાર્ડ બનાવી આપનાર કેન્દ્રના જ એક  કર્મચારી વિરુદ્ધ રાપર તાલુકા આરોગ્ય અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી.રાપર તાલુકા આરોગ્ય અધિકારી પાઉલ સતન હેમરામની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતાં જણાવ્યું  હતું કે, ફતેહગઢ પ્રાથમિક  આરોગ્ય કેન્દ્રમાં  તા. 4/10 પહેલાં અહીંના સરકારી કર્મચારી  બળદેવભાઈ ભારમલભાઈ સોલંકીએ  આ આરોગ્ય  કેન્દ્રની ઈમેલ આઈડી પરથી આયુષ્માન ગોલ્ડ કાર્ડ બનાવી  લાભાર્થીઓ પાસેથી કાર્ડ દીઠ રૂા.50 મેળવ્યા હતા. આ આરોગ્ય કર્મચારી  વિરુદ્ધ  ગ્રાહકો અને સરકારી યોજના સાથે વિશ્વાસઘાત કર્યો હોવા સહિતની કલમો તળે રાપર પોલીસ ચોપડે ગુનો નોંધાયો છે. આ અંગે વધુ તપાસ પી.એસ.આઈ. માજીરાણા ચલાવી રહ્યા છે.  નોંધપાત્ર છે  કે છેલ્લા  લાંબા સમયથી કચ્છના અલગ અલગ વિસ્તારમાં  નાણાં લઈને  આ પ્રકારે  આરોગ્ય કાર્ડ  બનાવી આપવામાં આવતા હોવાની  અનેક ફરિયાદો ઊઠી છે. આ સંદર્ભે આ પ્રકારે કાર્યવાહી કરવા  પ્રબળ માંગ ઊઠી છે.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer