ગાંધીધામ પોલીસે ક્રોસ રેડ કરીને દારૂ સાથે શખ્સ ઝડપ્યો

ગાંધીધામ, તા. 8 : શહેરના જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલા ભંગારના વાડામાંથી એ-ડિવિઝન પોલીસે ક્રોસ રેડ કરી રૂા. 17,400ના અંગ્રેજી દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી.પોલીસસૂત્રોએ વિગતો  આપતાં જણાવ્યું હતું કે જી.આઈ.ડી.સી.માં આવેલા  રાજદીપ પ્લાસ્ટિક ભંગારના વાડામાં  આર.આર. સેલની  બાતમીના આધારે  ગાંધીધામ  એ-ડિવિઝન  પોલીસ સ્ટેશનના પ્રવીણકુમાર નારણભાઈ આલે  દારૂ અંગે ક્રોસ રેડ કરી હતી. દરમ્યાન આ સ્થળેથી પોલીસે અંગ્રેજી દારૂની બોટલ નં. 12  કિંમત રૂા. 17,400, એક મોબાઈલ ફોન કિં. રૂા. 500 એમ કુલ્લ રૂા. 17,400ના મુદ્દામાલ સાથે આરોપી અરજણ મંગલદાસ ભાનુશાળીની ધરપકડ કરી હતી. આ પ્રકરણમાં  ભરત પ્રભુજી માજીરાણાનું નામ  ખુલ્યું હોવાનુ પોલીસે ઉમેર્યું હતું. આ મામલે ગાંધીધામ  બી-ડિવિઝન  પોલીસ સ્ટે.ના એ.એસ. આઈ. કીર્તિકુમાર ગેડિયાએ વધુ તપાસ હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer