`મહા'' ઉપાધિ ટળતાં જખૌ બંદરેથી માછીમારો ફરી દરિયો ખેડવા રવાના

નલિયા, તા. 8 : મહા વાવાઝોડાની આગાહી પૂરી થતાં જખૌ બંદર પુન: ધબકતું થયું છે. વાવાઝોડાની આગાહીના પગલે ગત તા. 2થી બોટો પરત બોલાવાઈ હતી. દરિયામાં ફિશિંગ માટે ટોકન આપવામાં આવ્યા ન હતા. શુક્રવારે સાંજે બોટોને ફિશિંગ માટેના ટોકન ઈશ્યૂ કરવામાં આવતાં માછીમારી માટે બોટો દરિયામાં રવાના થઈ હતી. જખૌ બંદરે નોંધાયેલી 984 બોટો ઉપરાંત વેરાવળ, માંગરોળ, કોડીનાર સહિત વિવિધ વિસ્તારોની 600 જેટલી બોટો પણ જખૌ બંદરે લાંગરવામાં આવી હતી. પરિણામે બોટોનો ખડકલો જખૌ બંદરે થયો હતો. જેટી ઉપર લાંગરવાની જગ્યા ન હોવાથી બંદરે અલગ-અલગ સ્થળે લંગર નાખી બોટો લાંગરવામાં આવી હતી. જે શુક્રવાર સાંજથી પુન: રવાના થઈ હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer