નલિયા 14.2 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી ઠંડું : કચ્છમાં પગપેસારો

નલિયા/ભુજ, તા. 8 : ઉકળાટ અને પછી વાતાવરણમાં વિષમતાના દેર બાદ હવે ટાઢોડું જામશે તેવા એંધાણ આપતાં નલિયા મોસમમાં પહેલીવાર 14.2 ડિગ્રી સેલ્સિયસ સાથે શુક્રવારે સમગ્ર રાજ્યમાં સૌથી શીતળ સ્થળ રહ્યું હતું. નલિયાવાસીઓએ આજે વહેલી સવાર અને રાત્રે ગુલાબી ઠંડી અનુભવી હતી. ગઇકાલે ગુરુવારે નીચા પારે 21.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયા પછી આજે એકીઝાટકે 7.2 ડિગીના ઘટાડા સાથે 14.2 ડિગ્રી સેલ્સિયસ ન્યૂનતમ તાપમાન નોંધાતાં હવામાં ઠંડક અનુભવાઇ હતી. બીજીતરફ જિલ્લા મથક ભુજમાં પણ 18.7 ડિગ્રી સેલ્સિયસ સાથે નલિયા બાદ રાજ્યમાં સૌથી વધુ ઠર્યું હતું. એ જ રીતે કંડલા એરપોર્ટ પર પણ 18.7 ડિગ્રી સેલ્સિયસ સાથે અંજાર, વરસામેડી સહિતના ભાગોમાં શીતલહેર અનુભવાઇ હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer