માંડવીમાં ગરીબ માતા-પિતાની પુત્રીના અપહરણ વિશે રજૂઆત

ભુજ, તા. 8 : માંડવી શહેરમાં ગરીબ માતા-પિતાની એકની એક પુત્રીનું અપહરણ કરી જવાના મામલે અખિલ કચ્છ મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઇ હતી. માંડવી શહેરમાં દારૂના વ્યવસાય સાથે સંકળાયેલો કહેવાતો શખ્સ આ અપહરણ કરી ગયો હોવાનું સમિતિએ આઇ.જી. અને એસ.પી. સમક્ષ રજૂઆતમાં જણાવ્યું હતું. પ્રકરણમાં પોલીસ તરફથી પૂરતો સાથ-સહકાર ન મળતો હોવાનું પણ રજૂઆતમાં ઉમેરાયું હતું. રજૂઆતમાં સમિતિના પ્રમુખ હાજી ઇબ્રાહીમભાઇ હાલેપોત્રા, મેમણ જમાતના જિલ્લા પ્રમુખ હનીફભાઇ મેમણ, યુવા પાંખના પ્રમુખ રમજાન સુમરા, જિલ્લા મહામંત્રી અબ્દુલ્લ રાયમા વગેરે જોડાયા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer