અંજાર તાલુકા વિકાસ અધિકારી સામે ધાકધમકી વિશે ફરિયાદ

અંજાર, તા. 8 : આવક કરતાં વધુ સંપત્તિ એકત્ર કરવાના આરોપસર લાંચ-રૂશ્વત વિરોધી બ્યૂરો સહિતના સંબંધિતો પાસે ફરિયાદ કરનારા અત્રેના યુવાન નિખિલ મણિગર ગોસ્વામીને તાલુકા વિકાસ અધિકારી ટી.એ. ગોસ્વામી દ્વારા ધાકધમકી કરાઇ હોવાની ફરિયાદ ઊઠી છે. તાલુકા વિકાસ અધિકારીએ નિખિલના ઘરે જઇને તેને તેણે કરેલી ફરિયાદ પરત ખેંચી લેવા ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. મોડવદર ગામે ઇન્દિરા આવાસ યોજનામાં પણ ગેરરીતિ થયાનો આરોપ મૂકી આ તમામ બાબતોની તટસ્થ તપાસ માટે આ યુવકે માગણી કરી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer