ભુજમાં જુગારના અન્ય એક દરોડામાં સાત જણ ઝડપાયા

ભુજ, તા. 8 : શહેરમાં દિનદયાલ નગર વિસ્તારમાં ખુલ્લામાં જુગાર રમી રહેલા સાત સ્ત્રી-પુરુષને પોલીસે દરોડો પાડી પકડી પાડયા હતા. પોલીસ સાધનોએ આપેલી માહિતી મુજબ ઝડપાયેલા તહોમતદારોમાં મામદ ઇબ્રાહીમ મણકા, મામદ જુશબ ગગડા, હાસમ વલીમામદ જુણેજા, અકરમ ઇકબાલ પઠાણ, કંચનબેન દિનેશ ગોસ્વામી, કુરશાબાઇ વલીમામદ જુણેજા અને સુકિયાબેન મામદ મણકાનો સમાવેશ થાય છે. તહોમતદારો ધાણીપાસા વડે જુગાર રમી રહ્યા હતા ત્યારે બી. ડિવિઝન પોલીસે આ દરોડો પાડી તેમની પાસેથી રૂા. 11070 રોકડા કબજે કરી ગુનો દાખલ કર્યો હતો.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer