નવાગામમાં છેડતીના મુદ્દે 10 જણે યુવાન પર કર્યો હુમલો

ગાંધીધામ, તા. 8 : અંજાર તાલુકાના નવાગામમાં છેડતીના મુદ્દે એક યુવાન ઉપર 10 જેટલા શખ્સોએ હુમલો  કરી માર માર્યે હોવાનો   મામલો  બહાર આવ્યો  હતો. પોલીસના સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે  નવાગામમાં  ગઈકાલે ફરિયાદી  રવિલાલ પ્રવીણચન્દ્ર  ઠક્કર (સોમેશ્વર) ઉપર આરોપી   રવિ નાનજી સથવારા, દિનેશ છગન સથવારા, મેહુલ મોહન સથવારા, સંદિપ રણછોડ સથવારા, મેહુલ ઉર્ફે પીપલો રણછોડ સથવારા, હિતેશ પરબત સથવારા, દીપક નાનજી સથવારા, રમેશ ભગા સથવારા, ભાવિક રમેશ સથવારા, કિશન રણછોડ સથવારાએ ગેરકાયદેસર મંડળી રચી લાકડી વડે  હુમલો કરી  મૂઢમાર જેવી  ઈજા પહોંચાડી  હતી. તેમજ આરોપીઓએ  ભૂંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી  આપી હતી. પોલીસે ભારતીય દંડસંહિતાની જુદી-જુદી કલમો તળે  ગુનો નોંધ્યો છે.આગળની તપાસ પી.એસ.આઈ. હરિભાઈ પટેલ  ચલાવી  રહ્યા છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer