ગાંધીધામમાં સ્ટીલનો પાઈપ માથે પડતાં યુવાનનું મોત

ગાંધીધામ, તા. 8 : સંકુલના ફ્રી ટેડ ઝોનમાં આવેલા એક એકમમાં સ્ટીલનો પાઈપ માથે પડતાં ઈજાગ્રસ્ત પ્રદીપ જાનકીરાવ મલ્લાપલ્લી (ઉ. 22)એ સારવાર દરમ્યાન આંખો મીંચી લીધી હતી. પોલીસ સૂત્રોએ વિગતો આપતાં કહ્યું હતું  કે,  ઉમા મરીન કંપનીમાં ગઈકાલે આ બનાવ બન્યો હતો. હેલ્પર એવા પ્રદીપ જાનકીરાવ મલ્લાપલ્લી કામ કરતા હતા ત્યારે તેમના માથા ઉપર સ્ટીલનો પાઈપ પડતાં માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ  પહોંચી હતી. સારવાર કારગત નીવડે તે પહેલાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ  પી.એસ.આઈ. એમ.બી. ઝાલા  ચલાવી રહ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer