ભુજમાં ચાર મહિલા સહિત સાત ખેલી જુગારમાં પકડાયા

ભુજ, તા. 8 : શહેરમાં સરપટ નાકા બહાર કોળીવાસ વિસ્તારમાં સ્થાનિક બી. ડિવિઝન પોલીસે ગુણવત્તાસભર દરોડો પાડીને ચાર મહિલા સહિત સાત આરોપીને જુગાર રમવાના આરોપસર પકડી પાડી તેમની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. પોલીસ સાધનોએ આપેલી માહિતી મુજબ પકડાયેલા તહોમતદારોમાં અમિનાબેન હુશેન જત, કમલાબેન અનિલ રાજગોર, હલીમાબેન ઉર્ફે હલુબેન હસમુખ ગોર, નયનાબેન મનીષ પોમલ,  શંકર કારૂ કોળી, જુણશ કુંભાર અને અસલમ ઉર્ફે અપાલી ફકીરમામદ સમાનો સમાવેશ થાય છે. આ કાર્યવાહીમાં આરોપીઓ પાસેથી રૂા. 33600 રોકડા અને આઠ મોબાઇલ ફોન મળી કુલ્લ રૂા. 69800ની માલમતા કબજે કરાઇ હતી  અને વિધિવત ગુનો દાખલ કરાયો હતો.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer