નશાયુકત હાલતમાં ડમ્પર ચલાવતા ચાલકે ટકકર મારતાં યુવાન ઘવાયો

ભુજ, તા. 8 : લખપત તાલુકામાં નશાયુકત હાલતમાં ડમ્પર ચલાવી રહેલા ચાલકે પોતાના વાહન વડે અકસ્માત સર્જી બાઇકને ટકકર મારતાં તેના ઉપર સવાર મોટી છેર ગામના જાલમાસિંહ રાણાજી રાઠોડ (ઉ.વ.23)ને પગમાં ઇજાઓ થઇ હતી. સારવાર માટે ઇજાગ્રસ્ત  યુવાનને ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડાયો છે. બનાવ વિશે પોલીસ સમક્ષ લખાવાયેલી કેફિયત મુજબ આર.પી.એલ. કંપનીના આઇવા ડમ્પર થકી એ.ટી.પી.એસ. કંપની પાવર પ્લાન્ટ અંદર ગઇકાલે બપોરે આ અકસ્માત થયો હતો. ડમ્પરનો ચાલક નશાયુકત હાલતમાં હોવાનું પણ પોલીસ સમક્ષ  લખાવાયું છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer