આરટીઓ દ્વારા આ મહિનામાં વિવિધ તાલુકામાં નંબરપ્લેટ કેમ્પ

ભુજ, તા.8 : રાજ્ય સરકાર દ્વારા જૂના વાહનોમાં અદ્યતન નંબર પ્લેટ (એચએસઆરપી) લગાવવાની મુદ્ત વધારવામાં આવી નથી ત્યારે લોકોને તકલીફ ન પડે એ માટે આરટીઓ દ્વારા આ મહિના દરમ્યાન કચ્છના વિવિધ તાલુકામથકોએ વાહન વ્યવહાર કમિશનર કચેરીની સૂચના મુજબ એચએસઆરપી નંબર પ્લેટ લગાવવા માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પસવારના 10 કલાકથી સાંજે 7 વાગ્યા સુધી યોજવામાં આવશે. આ ઉપરાંત શહેરના રહેણાક વિસ્તારો, સોસાયટીમાં પણ આરટીઓ માન્ય એચએસઆરપી નંબર પ્લેટ લગાવવા માટે કેમ્પના આયોજન માટે સોસાયટીના પ્રમુખ કે મંત્રીને આરટીઓ કચેરી સ્થિત એચએસઆરપી વિભાગનો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું. આરટીઓની યાદી અનુસાર તા.9/11ના નગરપાલિકા, રાપર ખાતે, તા.10ના નગરપાલિકા ભચાઉ ખાતે, તા.11ના પોર્ટ પ્લાઝા, પ્રાગપર, મુંદરા ખાતે, તા.12ના નગરપાલિકા અંજાર ખાતે, તા.16/11ના બજરંગ ચોક, નખત્રાણા ખાતે, 17મી તારીખે નલિયા, અબડાસા ખાતે, 23મી તારીખે નગરપાલિકા માંડવી ખાતે, 24/11ના ડાક બંગલો, મુંદરા ખાતે, તા.25ના દયાપર લખપત ખાતે, 26/11ના નગરપાલિકા, રાપર ખાતે અને 27/11ના નગરપાલિકા ભચાઉ ખાતે, 28મીના નગરપાલિકા અંજાર ખાતે જ્યારે 29/11ના નગરપાલિકા નખત્રાણા ખાતે વિશેષ કેમ્પ યોજવામાં આવ્યા છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer