અહિંસા અમૃત વર્ષ અંતર્ગત કોઈપણ ધર્મ-સંપ્રદાય માટે નિબંધ સ્પર્ધા

અમદાવાદ, તા. 8 : અખિલ ભારતીય અહિંસા અમૃત વર્ષ સમિતિ દ્વારા પૂ. શ્રીમદ વિજયરાજયશસૂરિશ્વરજી મ.સા.ની 75મી જન્મજયંતી વર્ષની ઉજવણી અંતર્ગત વિશ્વભરના કોઈપણ ધર્મ-સંપ્રદાયના દરેક વયના ભાવિકો માટે ગુજરાતી ભાષામાં  નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું છે. અહિંસા, ભ્રૂણહત્યા વિરોધ, શાકાહાર, પશુબલિ નિવારણ જેવા વિષયો (કોઈપણ એક અથવા ચારેય)ને સાંકળી (500 શબ્દો સુધી સીમિત) આ સ્પર્ધામાં 2જી ઓકટોબર-2019થી 30મી જાન્યુઆરી 2020 (ગાંધી નિર્વાણ દિન) વચ્ચે ભાગ લઈ શકાશે. ઉત્તમ કૃતિઓના સ્પર્ધકોને પુરસ્કારથી સન્માનાશે. જેમાં પ્રથમને રૂા. 21 હજાર, દ્વિતીય 15 હજાર અને તૃતીયને રૂા. 11 હજારનો રોકડ પુરસ્કાર અપાશે. અન્ય 100 સ્પર્ધકોને રૂા. 500 પ્રોત્સાહન ઈનામરૂપે અપાશે. આ કાર્યક્રમના પ્રેરિકા પૂ. સા. વર્યા પ્રવર્તિની વાચંયમાતાજી મ.સા. દ્વારા  સંયોજક તરીકે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત `ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ' સંસ્થાન છે. ગુજરાતી ભાષામાં ટાઈપ કરેલા અથવા સારા અક્ષરે લખેલા નિબંધ પિનાકી મેઘાણી, ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન, પાર્થ સારથિ એવેન્યૂ 903, કાન્હા, બિલેશ્વર મહાદેવ સામે, શ્યામલ ચાર રસ્તા, સેટેલાઈટ, અમદાવાદ 380015 મો. 98250 21279 અથવા  [email protected] પર મેઈલ કરી કૃતિઓ મોકલી શકાશે. સ્પર્ધકોએ પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર અને  ઉમરનો ઉલ્લેખ જરૂર કરવો. વધુ વિગત માટે સમિતિના મો.નં. 96876 26346/50/51 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer