હેવી ગુડ્ઝ વાહનો માટે પસંદગીના નંબરોની ઈ-હરાજી કરાશે

ભુજ, તા.8 : આરટીઓ દ્વારા હેવી ગુડ્સ વાહનો (એચજીવી) માટે જીજે12-બીએક્સ નંબર શ્રેણીમાં બાકી રહેલા ગોલ્ડન અને સિલ્વર શ્રેણીના નંબરોની  ઈ-હરાજી માટે અરજીઓ મંગાવવામાં આવી છે.  ઈ-ઓક્શનની પ્રક્રિયા હેઠળ ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો તા.8/11થી 15/11 સુધી, બીડ કરવાનો સમયગાળો તા.16/11થી 18/11ના બપોરે બે વાગ્યા સુધી અને હરાજીનું પરિણામ 18/11ના બપોરે ત્રણ વાગ્યાથી જાહેર થશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer