ગ્રંથરાજ વચનામૃતની પંચરત્ન તુલા કરાઇ

ગ્રંથરાજ વચનામૃતની પંચરત્ન તુલા કરાઇ
કેરા (તા. ભુજ), તા. 7 : શ્રી મુખવાણી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ તથા શ્રીજી સ્વયંમૂર્તિ અબજી બાપાશ્રી શતામૃત મહોત્સવના તૃતીય દિનના સવારના સત્રમાં મહોત્સવના અધ્યક્ષ સ્વામિનારાયણ ગાદીના આચાર્યશ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં છેલ્લા સાત દિવસથી ચાલતા વિશ્વ મંગલ મહોત્સવ, વચનામૃતની પંચરત્ન તુલા, રાજોપચારથી શાહીપૂજન, કંકુ, અક્ષત, ગુલાબજળ, ચંદન કેસર મિશ્રિત, અત્તર વિગેરેથી પૂજન કરાયું હતું. આ પ્રસંગે ગુજરાત ચૂંટણી કમિશનર સંજય પ્રસાદે જણાવ્યું કે, વર્લ્ડ પીસ એમ્બેસેડર સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે સ્વામિનારાયણ ગાદી સંસ્થાનથી પહેલ કરી. આ એક ઐતિહાસિક કાર્ય માટે ધર્મમંચ ઉપરથી ચૂંટણીપંચને ચૂંટણી અંગેની માહિતી આપવાની તક આપી. આટલી મોટી સંખ્યામાં નાગરિકો એકત્રિત થયા છે પણ બધા નિર્વ્યસની છે. જે આ  મોટી અને અગત્યની વાતની મેં નોંધ લીધી છે. પૂ. આચાર્ય સ્વામીજી મહારાજે આશીર્વાદ આપતાં જણાવ્યું કે જીવનપ્રાણ અબજી બાપાશ્રીએ વચનામૃત રહસ્ય પ્રદીપિકા ટીકાની અમૂલ્ય ભેટ સમાજને સમર્પિત કરી. સ્વામિનારાયણ ભગવાને આ ગ્રંથમાં ગીતા, ઉપનિષદ, ધર્મમાર્ગ, ભક્તિમાર્ગ, યોગમાર્ગ આમ તમામ પ્રકારના શાત્રના તત્ત્વજ્ઞાનની સચોટ સમજૂતી આ વચનામૃત ગ્રંથમાં સંકલિત કરી છે. જીવનપ્રાણ અબજી બાપાનું પ્રાગટય સ્થાન છે છત્રી, અને તેના રક્ષણ અને સંવર્ધન માટે સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર જીવનપ્રાણ મુક્તજીવન સ્વામી બાપાએ કમર કસી હતી.યાત્રામાં પાંચ હાથી તેમજ વિવિધ ફલોટ દ્વારા એકતા યાત્રા કાઢવામાં આવી હતી. એકતા યાત્રામાં હૈયેહૈયું દળાય એટલો હકડેઠઠ માનવમહેરામણ ઊમટયો હતો. વળી, સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા રક્તદાન શિબિર યોજાયો હતો. એ એકતા યાત્રા 3.5 કિલોમીટર લાંબી હતી તેવું સંસ્થાના મહંત ભગવતપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer