પાટીદાર સનાતન મેડિકોઝનું યોજાયું મિલન

પાટીદાર સનાતન મેડિકોઝનું યોજાયું મિલન
ભુજ, તા. 7 : શહેરની ભાગોળે મુંદરા રોડ પર આવેલી સૂર્યા વરસાણી એકેડેમી ખાતે અ.ભા.ક.ક.પા. સનાતન મેડિકોઝનું દર બે વર્ષના અંતરાલે આયોજિત થતું સ્નેહમિલન આ વખતે સ્પંદન-4 રંગેચંગે ઊજવાયું હતું. વળી ક.ક.પા. સનાતન મેડિકોઝના સુચારુ સંકલન માટે ચાર ઝોન પાડવામાં આવ્યા છે.  મુંબઈ-મહારાષ્ટ્ર-કર્ણાટક શેષ ભારત ઝોન સાબરકાંઠા-અરવલ્લી અને રાજસ્થાન અને શેષ ગુજરાત ઝોન જ્યારે કચ્છ ઝોન આ વખતે  યજમાન હોતાં આ સ્પંદન-4નું સૂર્યા વરસાણી એકેડેમી ખાતે તાજેતરમાં આયોજન થયું હતું. દરેક ઝોનનાં સદસ્યોની પરિચયવિધિ,  રમત-ગમત,  દાંડિયારાસ, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતનાં આયોજન થયાં હતાં. ડો. યોગેશભાઈ વેલાણી, ડો. પ્રદીપભાઈ વેલાણી,ડો. શાંતિલાલ સેંઘાણી,  ડો. પ્રેમજીભાઈ ગોગારી, ડો. આર. બી. કેશરાણી, ડો. રમણીક પટેલ, ડો. મગન પટેલ, ડો. રસિક માકાણી, ડો. જે. પી. કેશરાણી, ડો. ચંદુભાઈ લીંબાણી, ડો. નવીનભાઈ પટેલ  તથા અન્ય સર્વે ડોકટર મિત્રોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ત્રણેય મહેમાન ઝોનમાંથી ડો. ધીરુભાઈ લીંબાણી,  ડો. રતિલાલભાઈ પોકાર, ડો. અમૃતભાઈ પટેલ,  ડો. ગોવિંદભાઈ પટેલ, ડો. વિપુલભાઈ પટેલ તથા ડો. વિપુલભાઈ છાભૈયા વગેરેની  ઉપસ્થિતિ રહી હતી. કચ્છના  લેવા પટેલ સમાજના અગ્રણીઓ આર.આર. પટેલ તથા આર.એસ. હીરાણીનું સન્માન કરાયું હતું. તદ્ઉપરાંત ભૂતપૂર્વ યુવા અને સાંસ્કૃતિક મંત્રી,  ગુજરાત રાજ્ય અને સુરતના હીરા ઉદ્યોગપતિ નાનુભાઈ વાનાણી ઉપસ્થિત રહ્યા હતા. સંકુલનું નિર્માણ કરનારા સિસલ્સ નિવાસી વિશ્રામભાઈ વરસાણીનો આભાર માનવામાં આવ્યો હતો. સંચાલન ડો. બિહારીભાઈ રામજિયાણીએ કર્યું હતું. ડો. દક્ષાબેન લિંબાણી, ડો. રમેશ પટેલ,  ડો. દ્રવી પટેલ તથા ડો. ભરતભાઈ પારસિયા એ હવે પછી આવનારું `સ્પદન-5' જેના યજમાન ઝોન સાબરકાંઠા છે તેવું પણ જણાવ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer