સતપંથ સમાજ વૈદિક પરંપરાને વરેલો છે

સતપંથ સમાજ વૈદિક પરંપરાને વરેલો છે
કુરબઇ (તા. ભુજ), તા. 7 : ધર્મ હંમેશાં જોડવાનું કામ કરે છે, અધર્મ તોડવાનું કામ કરે છે, જેથી એકતામાં વિગ્રતા ન હોવી જોઇએ. નારાયણ એક જ છે, આપણા ઋષિમુનિઓ વૈદિક પરંપરાને વરેલા હતા. એ વૈદિક પરંપરાને વરેલો સતપંથ સમાજ સતના પંથ પર ચાલે છે, તેવું ભુજ તાલુકાના પાટીદાર  વસતી ધરાવતા કુરબઇ ગામે નવનિર્મિત નિષ્કલંકી નારાયણ જ્યોતિ મંદિર, ઉમિયા માતાજી અને વેદ મંદિરના ત્રિ-દિવસીય પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગે બીજા દિવસે સંત સભાને સંબોધતાં મંચસ્થ સંતોએ જણાવ્યું હતું. નખત્રાણા નિષ્કલંકી ધામના ગાદીપતિ જયરામદાસજી મહારાજે કહ્યું હતું કે, પ્રાણપ્રતિષ્ઠા એટલે દેવોમાં પ્રાણરૂપી જ્યોત પ્રગટે છે અને આપણામાં જ્ઞાનરૂપી જ્યોત પ્રગટે તે મંદિર છે. અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ આચાર્ય અવિચલદાસજી મહારાજ, મહામંડલેશ્વર જનાર્દનહરિજી મહારાજ, પ્રેમદાસબાપુ, શામળદાસજી મહારાજ, શિવરામદાસજી મહારાજ, છગનબાપા, જય ભગવાનદાસજી, દિવ્યાનંદ મહારાજ, પંકજદાસ, શાંતિભગત, રતિબાપા  વગેરે મંચસ્થ રહી આશીર્વચનો આપ્યા હતા. વહેલી સવારે શોભાયાત્રા નીકળી હતી, જે ગામમાં ફરીને નિજ મંદિર સુધી પહોંચી હતી, જ્યાં સંત સભા રૂપે ફેરવાઇ હતી. સંતોના આશીર્વચનો અને વિવિધ ચડાવા લેવાયા હતા. જેમાં રૂા. 7,77,777 ધર્મની ધજા ફરકાવવાનો ચડાવો સિલિકોન હ. નારાણભાઇ ચૌહાણ તથા મોસ્કો વાઇટ હસ્તે શાંતિભાઇ, રૂા. 2,51,000 નૂતન મંદિરનો પ્રવેશદ્વારનો ચડાવો, કાન્તાબેન અરજણભાઇ પોકાર (મૂળ કુરબઇ હાલે ચેન્નઇ), ઉમિયા માતાજી સિંહાસન પધરામણી રૂા. 2,52,000 શામળદાસજી મહારાજ હસ્તે મોસ્કો વાઇટ શાંતિભાઇ, વેદ મંદિરમાં ચાર વેદ પધરામણી પૂજન રૂા. 2,01,000 દેવશીભાઇ રત્નાભાઇ પોકાર પરિવાર (કુરબઇ), 2,11,000 -શકિતમાની જ્યોત પ્રાગટય માટે નયનાબેન બાબુલાલ પોકાર (ચેન્નઇ), ચમર ઢાળવાનો ચડાવો રૂા. 1,51,000 લાલજી હરજી રૂડાણી હસ્તે પરેશભાઇ, કપિલભાઇ, કળશમા વિષ્ણુરૂપી જળ ભરવાનો ચડાવો રૂા. 77,777 નીતાબેન વિનોદ (બેંગ્લોર), જિજ્ઞાબેન નરેન્દ્ર (લક્ષ્મીપર તરા), કાજલબેન સંજય (જબલપુર), ઘંટનાદનો ચડાવો રૂા. 1,11,000 મુખી રવજીભાઇ (વિગોડી) તરફથી ધાર્મિક ચડાવાનો લાભ અપાયો હતો. તો અન્ય દાતાઓ આ ધાર્મિક કાર્યમાં રૂા. 51000 હરેશભાઇ ભંડેરી, રૂા. 51000 કાનજી ગોવિંદ (મંગવાણા) તથા સુરેશભાઇ, પરેશભાઇ (દુર્ગાપુર), 51000 પારુબેન મગનલાલ વેલાણી (નાશિક), 51000 અનસૂયાબેન જબુઆણી પરિવાર (મોમાયમોરા હાલે ભુજ), 61000 રમીલાબેન ભાવાણી (દેશલપર) તથા અન્ય દાતાઓ તરફથી રોકડ જાહેરાત અને ગામના વિકાસ માટે રૂા પાંચ લાખ જિલ્લા પંચાયત પ્રમુખ તથા બાંધકામ સમિતિ જિ.પં. ભુજ તરફથી જાહેરાત કરાઇ હતી. કાર્યક્રમમાં આગેવાનો સતપંથ સનાતન સમાજના પ્રમુખ દેવજીભાઇ પટેલ, કડવા પટેલ સતપંથ સમાજના પ્રમુખ દાનાભાઇ ભાણજી, ગંગારામ બાપા (નખત્રાણા),  ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, તા.પં. પ્રમુખ હરીશભાઇ ભંડેરી, જિ.પં. ચેરમેન ભીમજી જોધાણી, નારાણભાઇ ચૌહાણ, હરિભાઇ પટેલ, મણિભાઇ શામજી ભાવાણી, કિશોરભાઇ વાસાણી, મૂળજીભાઇ ગોરાણી, અરજણભાઇ ભગત, રતનશીભાઇ લાલજી, જેન્તીભાઇ લીંબાણી, પુરુષોત્તમ પોકાર, જેઠાભાઇ સેંઘાણી વગેરે અગ્રણીઓ મંચસ્થ રહ્યા હતા. સંચાલન સુરેશભાઇ તથા હીરાભાઇએ કર્યું હતું. રાત્રે સંગીતાબેન લાબડિયા, નીલેશ ગઢવી, પીયૂષ મારાજ સહિતના કલાકારોની સંતવાણી યોજાઇ હતી. પ્રથમ દિવસે વિષ્ણુયાગ હવન તથા ધાર્મિક વિધિ-વિધાન, દાંડિયારાસ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. તા. 8ના સન્માન તથા પ્રાણપ્રતિષ્ઠા સાથે કાર્યક્રમ પૂર્ણ થશે. વ્યવસ્થા સમિતિના સભ્યો સંભાળી રહ્યા છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer