માનકૂવાની 14 વર્ષની દીકરી જૈન દીક્ષા અંગીકાર કરશે

માનકૂવાની 14 વર્ષની દીકરી જૈન દીક્ષા અંગીકાર કરશે
ભુજ, તા. 7 : સુરતમાં થનારી સામૂહિક 18 દીક્ષામાં માનકૂવા (કચ્છ)ના વતની સમૃદ્ધ પરિવારની 14 વર્ષની દીકરી જૈન દીક્ષાઅંગીકાર કરશે.કચ્છ-વાગડ દેશોદ્ધારક દાદાશ્રી જીતવિજયજી મહારાજાના સમુદાયમાં શ્રીમદ્ વિજયજિનચંદ્રસૂરિશ્વરજી તથા વાણીથી છેલ્લા 4 વર્ષમાં સરેરાશ દર 10 દિવસે 1દીક્ષા થઈ છે. તેમની જ નિશ્રામાં 14 વર્ષની રતિકુમારી અન્ય 17 મુમુક્ષુઓ સાથે સુરતમાં 2/12 દીક્ષા સ્વીકાર કરશે.ઉલ્લેખનીય છે કે, પૂ. આ. શ્રી યોગતિલકસૂરિશ્વરજી મહારાજના પ્રવચનોથી મોટી સંખ્યામાં યુવાવર્ગ ધર્મમાં જોડાઈ રહ્યો છે.  માનકૂવાના વતની માતા નિરંજનાબેન રમણીકલાલ મોરારજી વોરા પરિવારની દીકરીના વિરાટ સત્ત્વને વધાવવા 9 નવેમ્બર શનિવારના સાંજે 7.30 વાગ્યે ડોસાભાઈ લાલચંદ ધર્મશાળા (ભુજ-કચ્છ)માં વિદાય સમારોહ યોજાયો છે. 10 નવેમ્બર રવિવારે સવારે 9.30 કલાકે માનકૂવા વર્ષીદાન યાત્રાનો પ્રારંભ થશે, તેવું મહેશ પી. મહેતાની યાદીમાં જણાવાયું હતું.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer