ડેંગ્યુ સંદર્ભે અંજારમાં પપૈયાના રસની 500 બોટલનું વિતરણ

ડેંગ્યુ સંદર્ભે અંજારમાં પપૈયાના રસની 500 બોટલનું વિતરણ
અંજાર, તા. 7 : અંજારની ગાયત્રી અને ગંગોત્રી સોસાયટીના યુવાનોએ ડેંગ્યુ તાવ સામે રક્ષણ અર્થે સોસાયટીમાં  પપૈયાના પાનથી બનાવેલા રસની 500 જેટલી બોટલો વિનામૂલ્યે વિતરણ કરી નવાં વર્ષની  અનોખી રીતે ઉજવણી કરી હતી. અંજાર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં  ડેંગ્યુની  બીમારીમાં અનેક લોકો સપડાયા છે. મોટી સંખ્યામાં લોકો આર્થિક  નુક્સાનીના ખાડાંમાં ઊતરી ગયા છે. આ સ્થિતિમાં આ બીમારીથી રક્ષણ આપવા  માટે  નવાં વર્ષે ગાયત્રી અને ગંગોત્રી સોસાયટીના યુવાનોએ પપૈયાના પાનનો જ્યુસ બનાવી 500 જેટલી બોટલ તૈયાર કરી હતી. જેને ઘરો-ઘર  વિતરણ  કરાઈ હતી. આ કાર્ય માટે મોટાભાગની વસ્તુઓ   વિનામૂલ્યે મળી હોવાનું યુવાનોએ કહ્યું હતું. સેવાકીય કાર્ય માટે બલેશભાઈ પુરોહિત, રામજીભાઈ આહીર, દિગ્વીજયસિંહ જાડેજા, ધનસુખભાઈ ગોસ્વામી, રાજેન્દ્રસિંહ જાડેજા, ધવલભાઈ આહીર, દેવરામભાઈ પ્રજાપતિ, ભરતભાઈ પ્રજાપતિ, હિરેનભાઈ આહીર, ઉમંગ જોશી સહિતનાએ સહકાર  આપ્યો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer