કચ્છમાં ખનિજચોરીનો કાળો કારોબાર બંધ કરવા આમઆદમી પાર્ટીની માંગ

કચ્છમાં ખનિજચોરીનો કાળો કારોબાર બંધ કરવા આમઆદમી પાર્ટીની માંગ
અંજાર, તા. 7 : ગુજરાતમાં ભાજપના રાજમાં કચ્છની ગૌચર તથા સીમતળ જમીનમાં ભૂમાફિયાઓ દ્વારા ચાલતા ખનિજચોરીના કાળા કારોબારને બંધ કરવા પૂર્વ કચ્છના આમઆદમી પાર્ટીના પ્રમુખ રોશનઅલી સાંધાણીએ માંગ કરી છે. શ્રી સાંધાણીએ આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, નાયબ કલેકટરના માધ્યમથી મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરવામાં આવી છતાં ખાણ-ખનિજ વિભાગ તેમજ કલેકટર કચેરી તરફથી કોઇ તટસ્થ કાર્યવાહી કરવામાં આવી નથી. ખાણ-ખનિજ વિભાગ, આર.ટી.ઓ. તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસની નજર સામે રોયલ્ટી વિના ઓવર લોડિંગ, ટ્રકો-ડમ્પરો દ્વારા ખનિજચોરી થઇ રહી છે છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. ખરેખર તો મુખ્યમંત્રી લખપત, અબડાસા, અંજાર તેમજ વીડી બગીચા, નાગલપુર, સિનુગ્રા, શિણાય, ભુવડ, મીંડિયાળા, મથડા, ભચાઉથી રાપરસુધી મુલાકાત લઇ ગૌચર જમીનની સ્થિતિથી રૂબરૂ  વાકેફ કરાવવામાં આવે તો તેમને ખ્યાલ આવે કે,  જિલ્લામાં કેટલી ખનિજચોરી થઇ રહી છે. શ્રી સાંધાણીએ માંગ કરી છે કે, ગૌચર જમીન બચાવી ખનિજચોરો ભૂ-માફિયાઓને સાથ આપતા વહીવટીતંત્રના અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer