ખાનપાનમાં ભેળસેળ હવે ચલાવી નહીં લેવાય

અમદાવાદ, તા. 7 (અમારા પ્રતિનિધિ તરફથી) : છેલ્લા કેટલાક સમયતી વિવિધ રેસ્ટેરન્ટ્સના ફૂડમાંથી ઇયળ, જીવાત, વંદો નીકળવાના બનાવો વધી રહ્યા છે, તો અનેક ફૂડ વિક્રેતાઓ ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કરે છે જેના કારણે રેસ્ટોરન્ટ્સના રસોડાની સ્વચ્છતા પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. તો હવે જાગૃત નાગરિકો આરોગ્ય વિભાગમાં આ વિશે ફરિયાદ કરતા પણ થયા છે ત્યારે ગ્રાહકોની સતત થઇ રહેલી ફરિયાદોના પરિપ્રક્ષ્યમાં રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, જે મુજબ રાજ્યની હોટેલો, રેસ્ટોરન્ટ્સ સહિતની ખાણીપીણીની કેન્ટીનના રસોડાઓમાં હવે સ્વચ્છતા જોવા કોઇપણ ગ્રાહક અંદર જઇ શકશે. ફૂડ  એન્ડ ડ્રગ્સ વિભાગે હોટેલો, રેસ્ટેરન્ટ્સ છને કેન્ટીનના રસોડાની બહાર લાગવેલા નો એડનીશન વિધાઉટ પરમીશનના પાટિયા હટાવી લેવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશ્નર એચ.જી.કોશિયાએ જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોને હોટલ, રેસ્ટેરન્ટ્સમાં પીરસાતો ખોરાક વધુ શુદ્ધ અને સ્વચ્છ તથા હાઇજેનીક મળી રહે એ માટે આ મહત્વનો નિર્ણય કર્યો છે. હોટલ, રેસ્ટેરન્ટ્સમાં પણ તૈયાર થતો ખોરાક નાગરિકો જોઇ શકે એ માટે હોટલ માલિકોએ કાચની બારી તથા દરવાજો રાખવાનો રહેશે. હોટલમાં હવેથી નો એડમીશન વિધાઉટ પરમીશન અથવા એડમીશન ઓન્લી વીશ પરમીશન જેવા બોર્ડ લગાવ્યા હોય તો તાત્કાલિક હટાવી લેવાના રહેશે, તે માટે માલિકોને બે અઠવાડિયા સુધીનો સમય અપાશે. કેશિયાએ ઉમેર્યુ કે, આ અંગે નાગિરકોને કોઇ ફરિયાદો હોય તો જિલ્લા કક્ષાએ નિયુકત ઓફિસર તથા ફૂડ સેફ્ટી અધિકારીને ફરિયાદ કરી શકાશે. આ માટે કસુરવારો સામે ફુડ સેફ્ટી એક્ટ મુજબ રૂા.1 લાખ સુધીના દંડની જોગવાઇ કરવામાં આવી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer