હવે ભુજ-બાન્દ્રા વચ્ચે પણ બે વિશેષ ટેન : પ્રવાસીઓમાં આનંદ

ગાંધીધામ, તા. 7 : દિવાળી વેકેશનની રજાઓના ધસારાને ધ્યાને લઈ રેલવે વિભાગ દ્વારા ભુજથી બાન્દ્રા તરફની બે વિશેષ ટેનો દોડાવાશે. આ ટેનો ચાર ફેરા મારશે. લાંબા સમય બાદ  ભુજથી વિશેષ ટેન શરૂ કરાતાં  આનંદની લાગણી પ્રસરી હતી.  રેલવે વિભાગે જારી કરેલી  યાદીમાં જણાવ્યું હતું કે બાન્દ્રા-ભુજ ટેન નં. 09059 તા. 9/11ના શનિવારે રાત્રે 11.45 વાગ્યે ઉપડી રવિવારે  સવારે 3.45 વાગ્યે ભુજ પહોંચશે. ભુજ-બાન્દ્રા ટેન નં.  09060 તા. 10/11ના રવિવારે  સવારે 7 વાગ્યે ભુજથી  ઉપડી 10.25 વાગ્યે બાન્દ્રા પહોંચશે. આ ઉપરાંત ટેન નં. 09061  બાન્દ્રા-ભુજ  વિશેષ ટ્રેન તા. 11/11ના  સોમવારે બપોરે 12.45 વાગ્યે  બાન્દ્રાથી ઉપડી મંગળવારે સવારે 6.05 વાગ્યે ભુજ આવશે. તેમજ ટેન નં. 09062 ભુજ-બાન્દ્રા વિશેષ ટેન  તા. 12/11ના મંગળવારે સાંજે 6.30 વાગ્યે ભુજથી ઉપડી  બુધવારે સવારે 10.40 વાગ્યે  બાન્દ્રા પહોંચશે. આ રૂટની  ટેન  બાન્દ્રા, બોરીવલી, વાપી, સુરત, ભરૂચ,  વડોદરા, અમદાવાદ, સામખિયાળી, ગાંધીધામ, ભુજ  થોભશે. જેનું તા. 8/11થી  બુકિંગ શરૂ થશે. ટેનમાં  સ્લીપર, થ્રી ટાયર સહિત 18 કોચ જોડવામાં આવશે.  કચ્છથી શરૂ કરાતી નવી  ટેનો  ભુજથી  શરૂ ન  કરાતાં  નાગરિકોમાં નારાજગી પ્રસરી હતી, પંરતુ આ વખતે રેલવે વિભાગે ભુજથી મુંબઈની ટેન  શરૂ કરાતાં ખુશીની લહેર છવાઈ છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer