ખાનગી દવાખાનાઓની સરપ્રાઇઝ તપાસ

ભુજ, તા. 7 : કચ્છમાં તાવ ડેંગ્યુ સહિતની બીમારીથી સરકારી અને ખાનગી દવાખાના ઉભરાતા હોવાથી સેવાભાવનાથી કેમ્પોના આયોજન થઇ રહ્યા છે. એકબાજુ નખત્રાણાના કેમ્પમાં 1100 દર્દી ઉમટી પડયા હતા, તો બીજી તરફ આરોગ્યતંત્ર કહે છે ડેંગ્યુ ઘટી રહ્યો છે. કુલ્લ દર્દીઓમાં માંડ 10 ટકા  ડેંગ્યુ-તાવના દર્દીઓ છે. જિલ્લા આરોગ્ય તંત્રે ખાનગી દવાખાનામાં દિવાળી પછી દાખલ થયેલા અને ઓપીડીમાં સારવાર લઇ ગયેલા, રીફર કરાયેલા અને મૃત્યુ પામેલા દર્દીઓની વિગતો જાણવા સરપ્રાઇઝ તપાસ આદરી હતી. સીડીએચઓ ડો. પ્રેમકુમાર કન્નરે પરમ દિવસે તપાસાયેલી ખાનગી હોસ્પિટલોની વિગતો આપતાં જણાવ્યું કે, ડેંગ્યુથી મૃત્યુ ક્યાંય નથી નોંધાયું. ભુજની સેન્ટ્રલ હોસ્પિટલે 500 દર્દી તપાસ્યા તેમાંથી 17 દાખલ થયા. બેને રીફર કર્યા, જિયા હોસ્પિટલે પણ 500 દર્દી તપાસ્યા 9 દાખલ કર્યા, સિદ્ધિ વિનાયક હોસ્પિટલે 500ની ઓપીડીમાંથી 80 દર્દી દાખલ કર્યા, બેને વધુ સારવાર માટે રીફર કર્યા, ડો. નિશાંત પૂજારાની હોસ્પિટલમાં 400ની ઓપીડી પૈકી 10 દાખલ કર્યા, ડો. જોબનપુત્રા મેડિકેર આઇસીયુ સેન્ટરમાં 109માંથી 108 સાજા થઇ?નીકળી ગયા, એક રિફર કર્યા. લેવા પટેલ હોસ્પિટલમાં 600 ઓપીડી પૈકી 82ને દાખલ કરાયા. લાઇફ કેર હોસ્પિટલમાં 117ની ઓપીડી 94 સાજા થયા. 18 દાખલ હતા. ચારને રીફર કરાયા. વાયેબલ હોસ્પિટલની 230ની ઓપીડી 201 સ્વસ્થ થયા. 25 દાખલ થયા, ત્રણને રીફર કર્યા છે. ડો. આનંદ ચૌધરીની હોસ્પિટલમાં 450ની ઓપીડી છ દાખલ અને એકને રીફર કરાયાહતા. મુંદરાની અદાણી હોસ્પિટલમાં 328 ઓપીડી, 1869ની લેબોરેટરી કરાઇ, પાંચ દાખલ, અંજારની જાગૃતિ હોસ્પિટલમાં રોજની 50 દર્દીની ઓપીડી દાખલ 3, વરદાન હોસ્પિટલમાં 42 દાખલ, રાધે હોસ્પિટલમાં 82 દાખલમાંથી 55 સાજા થયા, હજુ 27 દાખલ, ઓપીડી રોજની 100. નલિયામાં ડો. ભરત સંજોટની હોસ્પિટલમાં ઓપીડી 470, ડો. ગોપાલ ભાનુશાળીની હોસ્પિટલમાં 675 ઓપીડી બધા સાજા થઇ ગયા. લખપત તાલુકામાં પાનધ્રોની નવસર્જન હોસ્પિટલ, વર્માનગરની સ્વામી વિવેકાનંદ હોસ્પિટલ, દયાપરની સાંખલા હોસ્પિટલ, ઉમિયા હોસ્પિટલ, જનની હોસ્પિટલ અને દેસાઇ હોસ્પિટલ બધાની મળીને 500ની ઓપીડી. રાપરની વામન ક્લિનિકમાં 1050 ઓપીડી, 7 શંકાસ્પદ દાખલ, ગોસ્વામી હોસ્પિટલની ઓપીડી 690, શુભમ હોસ્પિટલની ઓપીડી 1370, શંકાસ્પદ એક, સાવલા હોસ્પિટલની દિવાળીથી પરમ દિવસ સુધી ઓપીડીમાં 1840 દર્દીએ સારવાર લીધી હતી. ભચાઉની જયશ્રી હોસ્પિટલમાં 452ની ઓપીડીમાં આઠ શંકાસ્પદ ડેંગ્યુના દર્દી હતા. બધા સાજા થઇ ગયા કોઇ દાખલ નથી. સરકારી હોસ્પિટલોમાં તાલુકાવાર દાખલ થયેલા દર્દીઓના એલાઇઝા ટેસ્ટમાં ડેંગ્યુના જણાયેલા  દર્દીઓ અંગે વિગતો આપતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કન્નરે જણાવ્યું કે, નખત્રાણા તા.માં ત્રણ, માંડવી-1, મુંદરા-1, અંજાર-7, ગાંધીધામ-1, રાપર-1, ભુજ-21 મળી શહેરી વિસ્તારના 13 અને ગ્રામ્ય વિસ્તારના 22 મળી કુલ્લ 35 ડેંગ્યુના કન્ફર્મ દર્દી ગણાય. ખાનગી હોસ્પિટલો દ્વારા રેપીડ ટેસ્ટથી ડેંગ્યુના કુલ 2778 દર્દીને સારવાર અપાઇ હતી. આ દર્દીઓ ડેંગ્યુના શંકાસ્પદ દર્દી ગણાય. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer