કચ્છ યુનિ.માં 22 ડિસે.નાં પીએચ.ડી. પરીક્ષા

ભુજ, તા. 7 : ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા પીએચ.ડી.ની પ્રવેશ પરીક્ષા યોજવાની સત્તાવાર તારીખ અંતે જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષા આગામી 22 ડિસેમ્બરના લેવામાં આવશે જે માટેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ગયા વરસે ઓગસ્ટ માસમાં પીએચ.ડી.ની એન્ટરન્સ ટેસ્ટ લેવામાં આવી હતી. આ સાલે પણ એ જ સમયગાળામાં પરીક્ષા લેવાની શકયતાઓ વચ્ચે  તારીખની જાહેરાત ન થતાં છાત્રોમાં ઉચાટ  જોવા મળી રહ્યો હતો. અંતે દિવાળીની રજાઓ બાદ યુનિ.માં કામગીરીનો ધમધમાટ શરૂ થતાંની સાથે જ તારીખની જાહેરાત કરી દેવાતાં પરીક્ષાર્થીઓમાં જોવા મળતી ઉત્સુકતા અને ઉચાટનો અંતે અંત આવ્યો છે. આ બાબતને સમર્થન આપતાં ઈન્ચાર્જ રજિસ્ટ્રાર ડો. મહેશ ઠકકરે કહ્યું કે, તારીખની જાહેરાત કરી દેવાઈ છે. વિષયવાર કેટલા છાત્રો પરીક્ષા આપશે તેની યાદી તૈયાર કરાઈ રહી છે. આ યાદી અંગે ટૂંક જ સમયમાં વિધિવત જાહેરાત કરવામાં આવશે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer