પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લામાં નવા આવેલા 10 ઇન્સ્પેક્ટરને નિમણૂક : ખાલી સ્થાનો ભરાયાં

ભુજ, તા. 7 : તાજેતરમાં રાજ્ય સ્તરેથી થયેલા બઢતીના સામૂહિક હુકમો અંતર્ગત ફોજદારમાંથી પોલીસ ઇન્સ્પેક્ટર બનેલા અને પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લામાં મુકાયેલા 10 અધિકારીઓને જિલ્લામાં વિવિધ સ્થળે નિમણૂક આપતા આદેશ કરાયા હતા. જેને લઇને આ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ખાલી પડેલી પી.આઇ.ની તમામ જગ્યાઓ ભરાઇ છે. સાથેસાથે આ પોલીસ જિલ્લામાં ફરજ બજાવતા ત્રણ ઇન્સ્પેક્ટર અને 13 સબ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલીના આદેશ પણ કરવામાં આવ્યા હતા. પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લા અધીક્ષક સૌરભ તોલંબિયા દ્વારા ગઇકાલે રાત્રે નિમણૂક અને આંતરિક બદલીના આ આદેશ જારી કર્યા હતા. આ હુકમો થકી ખાસ કરીને જિલ્લાના પોલીસ બેડાંમાં ખાલી પડેલી ઇન્સ્પેક્ટરોની વિવિધ જગ્યાઓ ભરાઇ છે. તો નિયુક્તિ અને બદલીના આ હુકમો થકી જિલ્લાના પોલીસ બેડાંમાં તળિયાઝાટક કહી શકાય તેવા ફેરફારો થઇ ચૂકયા છે. સત્તાવાર સાધનોએ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, પશ્ચિમ કચ્છમાં બઢતી સાથે નિયુક્ત થયેલા પી.આઇ. પૈકીના રાજકોટ ગ્રામ્યથી આવેલા એમ.આર.ગોંડલિયાને સ્થાનિક ગુનાશોધક શાખા ભુજ, સુરત શહેરથી આવેલા વી.જે. ચાવડાને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ-ભુજ, પૂર્વ કચ્છ (ગાંધીધામ)થી આવેલા આર.ડી. ગોજિયાને ગઢશીશા પોલીસ મથક, ભરૂચ જિલ્લાથી આવેલા એસ.બી.વસાવાને ભુજ વિભાગ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે, ખેડા નડિયાદથી આવેલા એમ.આર. બારોટને  ભુજ શહેર એ-ડિવિઝન અને વલસાડ જિલ્લાથી આવેલા વી.જી. ભરવાડને ભુજ શહેર બી- ડિવિઝન પોલીસ મથકમાં નિયુક્ત કરાયા છે. આ ઉપરાંત નવસારીથી આવેલા પી.કે. પટેલને મુંદરા પોલીસ મથક, વડોદરા ગ્રામ્યથી આવેલા કે.બી. વિહોલને માનકૂવા પોલીસ મથક, અમદાવાદ ગ્રામ્યથી આવેલા બી.એન. ચૌધરીને માંડવી પોલીસ મથક અને સી.આઇ.ડી. ક્રાઇમથી આવેલા જે.કે. રાઠોડને નખત્રાણા પોલીસ મથકમાં મુકાયા છે. નખત્રાણાનું પોલીસ મથક ફોજદારમાંથી ઇન્સ્પેક્ટર કક્ષાનું કરાયા બાદ શ્રી રાઠોડની નિમણૂક પ્રથમ અધિકારીના રૂપમાં બની રહી છે. બીજી બાજુ જિલ્લાના જે ત્રણ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે તેમાં ભુજ શહેર બી ડિવિઝનના એમ.એન. ચૌહાણને માંડવી મરીન પોલીસ મથક, માંડવી મરીનના શ્રીમતી વાય.એન. લેઉવાને ક્રાઇમ અગેઇન વુમન ખાતે તથા માંડવી પોલીસ મથકના એ.એલ. મહેતાને નલિયા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બદલાવાયા છે.  દરમ્યાન આ પોલીસ જિલ્લામાં ફરજ બજાવતા 13 ફોજદારની આંતરિક બદલીના હુકમો પણ સાથેસાથે કરાયા છે. સત્તાવાર સાધનોએ આ વિશેની જાણકારી આપતાં કહ્યું હતું કે, માંડવીના એસ.જી. રાણાને ભુજ સ્થાનિક ગુનાશોધક શાખા, ભુજ બી-ડિવિઝનના એ.એન. પ્રજાપતિને જખૌ મરીન, માનકૂવાના જે.જી. રાણાને એસ.પી.ના રીડર તરીકે, માંડવીના એચ.એચ. જાડેજાને કોઠારા, કોઠારાના વી.આર. ઉલવાને ભુજ બી-ડિવિઝન, ભુજ બી-ડિવિઝનના વાય.પી. જાડેજાને પદ્ધર, પદ્ધરના વી.એચ. ઝાલાને નિરોણા, નિરોણાના વી.બી. ઝાલાને ભુજ સિટી ટ્રાફિક, ગઢશીશાના એ.આર. ઝાલાને ભુજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, લીવ રિઝર્વના એ.આર. મહેશ્વરીને માંડવી, જખૌ મરીનના એસ.જી.ખૈરને ભુજ જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર તથા લીવ રિઝર્વના એ.એમ. મકવાણાને ભુજ શહેર બી-ડિવિઝન અને આર.ડી. ગરવાને માંડવી મરીન પોલીસ મથકમાં મૂકવામાં આવ્યા છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer