અબડાસામાં શિકારી ટોળકી ઊતરી પડી હોવાની સંભાવના: ભાગી છૂટી

નલિયા, તા. 7 : અબડાસા તાલુકાના ડુમરા વિસ્તારની સીમમાં શિકારી ટોળકી દ્વારા વન્ય પ્રાણીઓનો શિકાર કરવામાં આવતાં જીવદયા પ્રેમી અને વાઇડ લાઇફ વર્ગે આઘાતની લાગણી વ્યક્ત કરી છે. ગત રાત્રે ડુમરાની સીમમાં શિકારી ટોળકી ઉતરી પડી હતી. સસલાનો નિર્દયતાથી શિકાર કરતાં ગ્રામજનોએ આવા પરિબળોને પડકારતાં આ ટોળકી ભાગી જવામાં સફળ રહી હતી. સવારે માંડવી જંગલખાતાને જાણ કરતાં તપાસ દરમ્યાન કેટલાક પુરાવાઓ એકત્રિત કર્યા હતા. જેમાં લોહી ખરડાયેલી કોથળીઓનો સમાવેશ થાય છે. બીજી તરફ અબડાસામાં જુના નલિયા અને ડોણ વિસ્તારમાં મુક્ત મને વિચરતા સસલાઓ હવે કયાંય દેખાતા નથી. શિકારી ટોળકીઓ નિર્દોષ વન્ય પ્રાણીનો શિકાર કરી મિજબાની મનાવતાં વાઇડ લાઇફના ચાહક વર્ગે આંચકો અનુભવ્યો છે. ડુમરા સંકલન સસલાના શિકારની તપાસ નલિયા દક્ષિણ રેન્જનાં ફોરેસ્ટ ઓફિસર રતનજી સોઢા ચલાવી રહ્યા છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer