ભુજમાં જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર ખાતે શરાબની મહેફિલ ચેકિંગમાં ઝડપાઇ

ભુજ, તા. 7 : પોતાની આગવી અને અલાયદી સુરક્ષા વ્યવસ્થા ધરાવતા અને જ્યાં દેશની સુરક્ષાને સંલગ્ન સહિતના મહત્ત્વના બંદીઓને રખાય છે તેવા રાજ્યના એકમાત્ર એવા અત્રેના સંયુક્ત પૂછતાછ કેન્દ્ર ખાતે સુરક્ષા કર્મચારીઓની મહેફિલ પોલીસ મહાનિરીક્ષકના સરપ્રાઇઝ ચેકિંગમાં પકડાતાં ચકચાર જાગી છે.  પોલીસદળની સરહદ રેન્જના વડા મહાનિરીક્ષક સુભાષ ત્રિવેદી દ્વારા જે.આઇ.સી.ની ઓચિંતી મુલાકાત લેવાઇ તે વેળાએ આ ઘટના પ્રકાશમાં આવી હતી. આ સ્થળે સુરક્ષા માટે તૈનાત બોર્ડરવિંગના જવાનોની બે નંબરની કંપનીની બેરેકમાંથી કંપની કમાન્ડર રશ્મિકાંત ઓધવલાલ પટેલ અને નિવૃત્ત કંપની કમાન્ડર શ્રવણકુમાર કેશવલાલ પટેલ નશાયુક્ત હાલતમાં મળી આવ્યા હતા. તેમની પાસેથી શરાબની બે આખી અને બે અડધી બાટલી પણ મળી આવી હતી.  આઇ.જી.એ તાબડતોબ સ્થાનિક પોલીસને બોલાવી બનાવ બાબતે જવાબદારો સામે ગુનો દાખલ કરાવ્યો હતો.   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer