ચાંદ્રાણી મારામારી પ્રકરણમાં સસ્પેન્ડ સભ્ય સામે પ્રતિ ફરિયાદ

ગાંધીધામ, તા. 7 : અંજાર તાલુકાના ચાંદ્રાણી ત્રણ રસ્તા ગૌશાળાવાળા માર્ગ ઉપર થયેલા મારામારીના બનાવમાં કોંગ્રેસી અગ્રણી વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. આંબાપરમાં રહેનાર ધનજી માદેવા હુંબલ (આહીર) નામના યુવાને ગામના જ અરજણ કાના ખાટરિયા (આહીર) વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી એવો આ યુવાન ગઇકાલે સવારે બાઇકથી ચાંદ્રાણી ગૌશાળાવાળા રસ્તે ત્રણ રસ્તા પાસે પહોંચતાં આરોપી એવા અરજણ ખાટરિયાએ આ યુવાનને રોકયો હતો અને ગાળો આપી આ ફરિયાદી ઉપર ડિસમિસ જેવા હથિયાર વડે માથામાં માર માર્યો હતો. બાદમાં આ યુવાનને સારવાર અર્થે ખસેડાયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, અરજણ ખાટરિયા અંજાર તાલુકા પંચાયતની ચાંદ્રાણી સીટ પરથી ચૂંટાયા હતા અને હાલમાં સસ્પેન્ડ થયા છે, જે આંબાપરના તલાટીએ આ આરોપી ઉપર ફરિયાદ કરી હતી તેના કારણે તેમને સસ્પેન્ડ કરાયા હતા. આ સસ્પેન્ડના પ્રકરણમાં ફરિયાદી ધનજી એ તલાટીને સાથ-સહકાર આપતો હોવાનું મનદુ:ખ રાખીને તેને માર મરાયો હતો. આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer