ખેડૂતો હક્ક અને પ્રશ્નો માટે લડવા તૈયાર રહે

નખત્રાણા, તા. 6 : ભારતીય કિસાન સંઘ તાલુકા ગ્રામ્ય સમિતિના સ્નેહમિલનનો 20મો કાર્યક્રમ અહીં રૂડી સતીના સ્થાનકે પ્રમુખ શિવદાસભાઇ?કેશરાણીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં સ્થાનિક તેમજ તાલુકામાંથી મોટી સંખ્યામાં ધરતીપુત્રો ઉપસ્થિત રહ્યા હતા. કિસાનોના ઇષ્ટદેવ ભગવાન બલરામજીના જયઘોષ કરી દીપ પ્રાગટય કરાયું હતું. અધ્યક્ષસ્થાનેથી શિવદાસભાઇએ કહ્યું કે, આ વરસે વરસાદ પણ ખૂબ પડયો છે અને હજુ પણ પડે છે ત્યારે નવું વર્ષ સૌને લાભદાયી, ખેતી ક્ષેત્રે પ્રગતિકારક અને આરોગ્યપ્રદ નીવડે તેવી નવાં વર્ષની?શુભેચ્છા પાઠવી હતી. જિલ્લા મંત્રી પ્રાણલાલભાઇ રામજીયાણીએ કહ્યું કે, વરસાદના કારણે હવે આપણે નુકસાન થઇ રહ્યું છે ત્યારે ખેતીમાં થતી નુકસાની વળતર માટે આપણે મદદનીશ ખેતી નિયામકની કચેરીનો સંપર્ક કરવો જોઇએ. આપણે આપણાં હક્ક તેમજ આપણાં પ્રશ્નો માટે લડવા તૈયાર રહેવું જોઇએ. પૂર્વ પ્રમુખ હંસરાજભાઇ કેશરાણીએ પ્રવચનમાં કહ્યું કે, હાલે રાજ્ય સરકાર દ્વારા ભાગલા પાડો અંદરો અંદર લડાવાની નીતિ સમજવી પડશે. તેમણે ઉમેર્યું કે, ચોમાસામાં વહી જતું વધારાનું એક મિલિયન હેક્ટર પાણી કચ્છને આપવાની યોજના બનાવી છે પરંતુ છેલ્લા 10 વર્ષમાં આના માટે કોઇ બજેટ ફાળવ્યું નથી. આ યોજના હેઠળ કચ્છના ડેમો ભરવાની વાત છે અને તેના માટે બજેટ ફાળવવામાં આવે છે પરંતુ ડેમો ભરવાનું ઉપરોક્ત એક મિલિયન હેક્ટર આપવાના પાણીમાં સમાવિષ્ટ છે. તો ડેમો ભરવાની યોજના અલગ કરવાનું કારણ?શું તેવો સવાલ ઉઠાવ્યો હતો. ખેડૂત સહકારી મંડળીના લાલજીભાઇ રામાણીએ સરકાર દ્વારા ટાવર તથા માર્કેટીંગ (એ.પી.એમ.સી.)નો પ્રશ્ન હલ થયો છે તો વરસાદનો થોડોક અતિરેક છે. સફળ?ખેડૂતોની ખેતી જોઇ આપણે પણ આગળ વધવું જોઇએ. પ્રારંભે મંત્રી જગદીશભાઇ કેશરાણીએ સ્વાગત પ્રવચન સાથે નવાં વર્ષની શુભેચ્છા પાઠવી હતી. ભારતીય કિસાન સંઘના પ્રમુખ લખમશીભાઇ છાભૈયાએ ખેડૂતોને તેમના પ્રશ્નો, સમસ્યાઓ માટે સંગઠિત બનવા કહ્યું હતું. કાર્યક્રમમાં રાજાભાઇ લીંબાણી, છગનભાઇ રૈયાણી,મનસુખભાઇ રાજાણી, જવેરભાઇ કેશરાણી, મોહનભાઇ પાંચાણી, યોગેશભાઇ પાંચાણી, દિનેશભાઇ ભગત, ભીમજીભાઇ રામાણી, અમૃતભાઇ ભોજાણી, નરસિંહભાઇ?સુરાણીએ ઉપસ્થિત અગ્રણીઓનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ પ્રસંગે ભરતભાઇ કેશરાણી, વીરેન્દ્ર કેશરાણી, પ્રતાપભાઇ કેશરાણી, માવજીભાઇ કરશન, શંકરભાઇ લીંબાણી, રમેશભાઇ લીંબાણી, દિનેશ વાસાણીનું, આયોજનના દાતાઓનું સન્માન કરાયું હતું. સંચાલન ભરતભાઇ નાયાણીએ જ્યારે આભારવિધિ જગદીશ કેશરાણીએ કરી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer