રાજધાનીને જોડતી કચ્છની બે ટ્રેનોની એક ટ્રીપ રદ

ગાંધીધામ, તા. 7 : રેલવેના અજમેર-પાલનપુર સેક્શનમાં ડબલિંગનાં કાર્યના કારણે કચ્છને રાજધાની દિલ્હી સાથે જોડતી બે ટ્રેનોને રદ કરાઈ છે. જ્યારે એક ટેન ના રૂટમાં પરિવર્તન કરાયું છે. રેલ વિભાગે  એક યાદીમાં  જણાવ્યું હતું કે આ  અજમેર ડિવિઝના દૌરાલ, માંગલિયાવાસ, ભીમના તથા માવલ સ્ટેશનોમાં  નોન ઈન્ટરલોકિંગ કાર્યના  કારણે   ટેન નં. 14321 બરેલી-ભુજ આલા હઝરત એક્સપ્રેસ (વાયા પાલનપુર)ને તા. 27/11ના તથા ટેન નં. 14312  ભુજ -બરેલી  આલા હઝરત એક્સપ્રેસ  (વાયા અમદાવાદ)ને તા. 28/11ના  રદ કરાઈ છે. વધુમાં જણાવ્યું હતું કે, તા. 29/11ના ટેન નં. 14322 ભુજ-બરેલી એક્સપ્રેસ (વાયા પાલનપુર)ને   ભીલડી, લુણી, જોધપુર, મેડતા રોડ, ફુલેરા જં. રૂટે દોડવવામાં આવશે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer