ભારત સરકારના જાહેર સાહસોના સી.એસ. આર. ભંડોળ અર્થે સંકલન સાધવા અપીલ

ગાંધીધામ, તા. 7 : ડી.પી.ટી, બી.પી.સી, આઈ.ઓ.સી. ઈફકો વગેરે જાહેર સાહસો, સરકારી સંગઠનો પોતાના સી.એસ.આર. ભંડોળનો યોગ્ય અને સમયસર ઉપયોગ આ સંકુલના વિકાસ માટે કરે તે માટે જિલ્લા પ્રશાસન સંકલન સાધી ત્વરિત પગલાં લે તેવી માંગ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવી હતી.દરેક કોર્પોરેટસ અને જાહેર સાહસોએ પોતાના નફામાંથી અમુક હિસ્સો સામાજિક જવાબદારી (કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સીબિલીટી) સી.એસ.આર.માં ફાળવવાનો હોય છે. ડી.પી.ટી.એ સી.એસ.આર. ભંડોળમાં વર્ષ 2011/12થી 2019/20 દરમ્યાન 37 કરોડની રકમ જમા કરી છે તેની સામે અત્યાર સુધીમાં માત્ર રૂા. 8.35 કરોડ જ ખર્ચવામાં આવ્યા છે. આટલા મોટા ભંડોળ સામે ડી.પી.ટી. દ્વારા સંકુલ માટે કોઈ જ મોટા કામો ગમે તે કારણે હાથમાં લેવાતાં નથી જેથી હજુ રૂા. 30 કરોડ વણવપરાયેલા છે. જિલ્લા સમાહર્તાને પાઠવેલા પત્રમાં જણાવાયું છેકે, સંકુલમાં ડી.પી.ટી. સિવાય બી.પી.સી. આઈ.ઓ.સી. ઈફકો વગેરે કંપનીઓ છે આવી કંપનીઓ પોતાના સી.એસ.આર. ફંડ દ્વારા સંકુલના વિકાસ માટે રૂપિયા ખર્ચી શકે તેમ છે. પરંતુ આજદિન સુધી આ કંપનીઓએ ખર્ચેલી રકમથી આ સંકુલમાં વિકાસના કોઈ જ કામ દેખાતા નથી. ગાંધીધામ-ગળપાદર એરપોર્ટ ઉપર ઓવરબ્રીજ, ગાંધીધામ પાલિકાને ઘન કચરા નિકાલની વ્યવસ્થા, શહેરના બિસ્માર રસ્તાઓનું સમારકામ, સંકુલના તળાવ, રીંગરોડ, સર્વિસ રોડ વગેરે પાછળ આ કંપનીઓ સી.એસ.આર. ભંડોળ ખર્ચી શકે છે. જિલ્લા પ્રશાસને આવી કંપનીઓ અને ડી.પી.ટી.સાથે સંકલન સાધી આવા ભંડોળનો સમયસરવિકાસના કામમાં ઉપયોગ કરી વિકાસ કામોને નવી દિશા અને ગતિ મળે શકે તેમ છે. જિલ્લા કલેકટરને પાઠવેલા પત્રમાં આ અંગે ત્વરિત યોગ્ય કાર્યવાહી કરવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા માંગ કરવામાં આવી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer