ઇદે મિલાદની ઉજવણી નિમિત્તે શરીયતના નિયમ પાળવા અપીલ

ભુજ, તા. 7 : ઇસ્લામ ધર્મના અંતિમ પયગંબર મોહમ્મદ મુસ્તફાની જન્મજયંતી ઇદ મિલાદુનબી તા. 10મીએ મનાવવામાં આવશે. સાથે શરીયતના નિયમ પાળવા અપીલ કરાઇ હતી. ભુજ ખાતે મહેફિલે બાગ રસુલ કમિટીના હોદ્દેદારો, મુસ્લિમ સમાજના આગેવાનો, પેશ?ઇમામ સહિતનાની મળેલી બેઠકમાં કમિટીના પ્રમુખ સૈયદ એહમદશા અલહુસેનીએ રસુલ મોહમ્મદ મુસ્તફાના જુલૂસ શરીયતના નિયમો મુજબ નીકળે તેવી અપીલ કરી હતી. જુલૂસ દરમ્યાન ડી.જે. જેવી વસ્તુનો ઉપયોગ ન કરવો, સફાઇ તેમજ રાહદારીઓને કનડગત ન?થાય તે જોવા આજની બેઠકમાં કમિટી દ્વારા નક્કી કરાયું હતું.મહામંત્રી અલીમોહંમદ જત, મામદ સિદિક જુણેજા, ઇબ્રાહીમ હાલેપોત્રા, મૌલાના શકરૂદીન, મૌલાના અમીર અકબરી, જલાલશા સૈયદ, ગની કુંભાર, ફકીરમામદ કુંભાર, ઇબ્રાહીમ જત, ગફુર શેખ, અનવર નોડે, કાસમશા સૈયદ, અશરફ સૈયદ, મૌલાના રઝવી, ગની  તાલબ, મહેમૂદ માંજોઠી, મજીદ પઠાણ, અખ્તરશા, જુસબ ચાકી, અલીમામદ સમા, કાસમ ચાકી, જાહીર સમેજા, ઇમરાન ચૌહાણ, અબ્દુલા સમા વગેરે હાજર રહ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer