જ્યારે કચ્છમાં પર્યટનનો વિકાસ સાંભળી બિગ બી ખુશખુશાલ થયા

જ્યારે કચ્છમાં પર્યટનનો વિકાસ સાંભળી બિગ બી ખુશખુશાલ થયા
ગાંધીધામ, તા. 14 : અત્યારે સોની ટીવી પર કેબીસીની ધૂમ મચી છે. કચ્છના આર્ટિસ્ટ ગાંધીધામના રવિ આર્ટસના દેવજીભાઈ ડી. મહેશ્વરી કૌન બનેગા કરોડપતિના સેટ પર પહોંચ્યા. ત્યાં સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સાથે 4 કલાક વિતાવેલા અને તેમને તેમના પિતા હરિવંશરાય બચ્ચનનું તૈલી ચિત્ર ભેટ આપ્યું. જેમાં એક કવિ તરીકે મધુશાલાનો ઉલ્લેખ હતો તે જોઈને બિગ બી ઘણા જ ખુશ થયા. તેમની સાથે કચ્છ વિશે વાતો કરી ત્યારે તેમણે કહ્યું કે, કચ્છના માણસો ઘણા જ સારા છે. દેવજીભાઈ `કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા'નો ઉલ્લેખ કરીને કહ્યું તે તેના પરિણામે જ ત્યાં ઘણા જ ટૂરિસ્ટ આવે છે. આ સાંભળી તેઓ ખુશ થયા હતા અને પોતાના ચિત્ર પર હસ્તાક્ષર સાથે `કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા' લખી આપેલું અને કચ્છવાસીઓને સંદેશ આપ્યો કે કચ્છના પર્યટનનો વિકાસ થાય તેના માટે હું હજી પણ મહેનત કરીશ. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer