ગાંધીધામના ટ્રાન્સપોર્ટનગરમાં દબાણકારો બન્યા બેખોફ

ગાંધીધામના ટ્રાન્સપોર્ટનગરમાં દબાણકારો બન્યા બેખોફ
ગાંધીધામ, તા. 14 : શહેરનું ટ્રાન્સપોર્ટ નગર અનેક સમસ્યાથી ઘેરાયેલું છે. આ વિસ્તારમાં  ડીપીટી હસ્તગતના ખુલ્લા પ્લોટો  દબાણકારોને વશ થઈ ગયા હોવાથી વાહન પાર્કિંગ, વાહન અવર જવર  સહિતના ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. પોર્ટ પ્રશાસને દબાણની બદી ઉપર અંકુશ લાદવા માટે સમ ખાવા જેટલો પણ રસ નથી તેવું હાલની સ્થિતિ પરથી સ્પષ્ટપણે લાગી રહ્યંy છે. સંકુલમાં  છડે ચોક  વધી રહેલી દબાણની પ્રવૃત્તિઓને   રોકવા  માટે  થોડા દિવસો પહેલાં તંત્રે નોંધપાત્ર  પગલું ભયુઁ હતુ. તંત્રએ આરંભેલી દબાણ હટાવો ઝુંબેશ   તળે અનેક દબાણો  દૂર  થયા હતા. આ કાર્યને અનેક લોકોએ આવકાર્યુ હતું. પરંતુ  ટ્રાન્સપોર્ટ નગરમાં બેરોકટોક રીતે થયેલા દબાણો  ઉપર   સરકારી બુલડોઝર કયારે ફરશે તેવો પ્રશ્ન સ્થાનિકોએ ઉઠાવ્યો છે.  ગાંધીધામના  પરિવહન ઉદ્યોગકાર લલિત દલવાણીએ જણાવ્યું હતું કે  ટ્રાન્સપોર્ટ નગરમાં ડીપીટી પ્લોટોમાં દબાણ ઉપરાંત હવે તો અવર-જવરના  રસ્તાઓ પણ  બંધ થવા લાગ્યા છે. વાહન પાર્કિગ, ટ્રાફિક જામની સમસ્યા શિરદર્દ બની છે. આ અતિક્રમણો   કયારેક મોટી દુધર્ટના સર્જશે  તેવું  તેમણે ઉમેર્યું હતું. આ  સમસ્યા સંદર્ભે  ડીપીટીના સત્તાધીશો સહિતના  સમક્ષ વખતોવખત રજૂઆત કરાઈ  છે. તેમ છતાં પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવતી  નથી. ડીપીટીના  પ્લોટોમાં  થયેલા અતિક્રમણોને  દૂર કરવાની જગ્યાએ ડીપીટીના જ કેટલાક કર્મચારીઓએ અંગત રીતે ભાડું વસૂલવાની પ્રથા  ચાલુ કરી  હોવાના આક્ષેપો લોકોએ કર્યો હતા. પોર્ટ પ્રશાસન  દ્વારા  લીઝ ઉપર અપાયેલી જમીનમાં બાંધકામ ન કરાયું  હોય તેવા કિસ્સામાં પ્લોટો પરત લેવા સહિતની કાર્યવાહી કરવામાં આવતી  હોય છે. તો બીજી બાજુ   ટ્રાન્સપોર્ટ નગરમાં ડીપીટીના પ્લોટો સહિતની જગ્યાઓ ભૂમાફિયાના બંધનમાંથી છૂટશે જ નહીં. હવે આ  સ્થળે ગેરકાયદેસરની  બદીઓનો અડ્ડો જામવા લાગ્યો છે  તેવું જાગૃત નાગરિકોએ   ઉમેયુઁ હતું. પોલીસતંત્ર  દ્વારા ટ્રાફિકને અડચણરૂપ વાહનો દૂર કરવા માટે પ્રયાસ કરાતો નથી . જે  અંગે લોકોએ  આશ્ચર્ય વ્યકત કયુઁ હતું. પ્રજાકીય પ્રશ્નો સંદર્ભે  ડીપીટી એ સભાનતા દર્શાવી દબાણની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતા કર્મચારીઓ સામે  કાર્યવાહી કરી  દબાણ હટાવવા ઝુંબેશ ચલાવવા માંગ  ઊઠી છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer