...અને ધામધૂમથી ઉદાસીન જમાતે કબરાઉમાંથી વિદાય લીધી

...અને ધામધૂમથી ઉદાસીન જમાતે કબરાઉમાંથી વિદાય લીધી
મનુસખ ઠક્કર દ્વારા-  ભચાઉ તા. 14 : ભચાઉ-ભુજ વાયા દુધઈના ધમધમતા માર્ગ પર આવેલી તપોભૂમિ એવા ગરીબદાસ બાપુના જીવંત સમાધિ સ્થાન કબરાઉ પાંકડસર ખાતે આષાઢથી આસો સુધી સનાતન ધર્મ અનુસાર ચાતુર્માસ ગાળતાં ઉદાસીન પંચાયતી બડા આખાડા `પ્રયાગરાજ' ભ્રમણશીલ જમાતનું ચોમાસુ  પૂર્ણ થતાં તેઓને વિદાય આપવામાં આવી હતી. સંતો-સન્યાસીઓને સન્માન પૂજન, ભેટ-સોગાદથી સત્કારીને શરદપૂર્ણિમાની સવારે વિદાય અપાઈ ત્યારે સિદ્ધ ગોલા બાપુનું પૂજન કરાયું હતું. આ પ્રસંગે ચાર મહંતો પૈકી પ.પૂ. મહેશ્વરી નંદજી મહારાજે મધુર અને સરળ વાણીમાં આશીવર્ચન આપતાં કહ્યું કે, સંવત1825થી આ ચાતુર્માસ ભ્રમણની  શરૂઆત થઈ ત્યારથી આ પ્રથા અખંડ ચાલી રહી છે. તેમણે બીજાની મુશ્કેલી દૂર કરે તે સંસ્કારી, ભારત દેશ સંતોની તપોભૂમિ છે. જેમ કે, કબરાઉમાં પૂ. ગરીબદાસજીએ તપ કર્યું તેમ ભારતભરની કોઈ ભૂમિ એવી નહીં હોય જ્યાં તપ-ધ્યાન ન  થયા હોય એટલો વિશ્વમાં ભારતને મહાન ગણાય છે. સંપ્રદાયનું અજોડ એવું ગોલા બાપુનું ભવ્ય રંગારંગ પૂજન-સન્માન જગ્યાના મહંત અને આ ચાતુર્માસના વ્યવસ્થસાપક મહંત કૃષ્ણાનંદ બાપુના હસ્તે વિધિવત પૂજન કરાયું ત્યારે સંતોએ વચ્ચે બ્યુગલ વગાડી આનંદ પ્રગટ કર્યો હતો.નેપાળની ભૂમિમાં પૂ. સિદ્ધ યોગી વનખંડી મહારાજે સિદ્ધ ગોળા અંગે અત્રે જલતા ધૂણાની ખાખ જે આ સંપ્રદાયમાં અતિ પ્રસિદ્ધ છે તે પૂનમના દિવસે અને જમાતની પૂર્ણાહુતિ હોય ત્યારે વિશેષ રીતે પૂજન બાદ પૂ. કૃષ્ણાનંદજીનું જમાતના મહંતોએ સન્માપત્ર આપી અને ગોલાની ભષ્મથી તિલક કરી સન્માન કર્યું હતું. આ પ્રસંગે પૂ. અખાડાના મહંત વરિષ્ઠ મહંતનું રૂા. પાંચ લાખ 51000 અને 21000થી શ્રીચંદ ભગવાનનું 21000થી, વનઅખંડી મહારાજનું 21000થી નિર્માણદેવનું, વેદ ભગવાનનું પૂ. કૃષ્ણસાનંદજીએ ચેક આપી વિધિવત પૂજન કરી અર્પણ કર્યા ત્યારે શ્રીચંદ ભગવાનનો જયઘોષ થયો હતો.અખિલ ગુજરાત ઉદાસીન નિર્વાણ મંડળી, તેમજ અખિલ કચ્છ વિરકત ષડદર્શન મંડળ તથા અન્ય સાધુ-સાધ્વીજી-મહંતોએ રોકડ રકમની ગોલા સાહેબનું પૂજન કર્યું પછી ઉપસ્થિત સેવકો ભક્તોએ પૂજન કરી અઢી લાખથી વધુ રકમ ભેટમાં મૂકી હતી. વિદાય પ્રસંગના ભોજન પ્રસાદના દાતા માંડવી મુંદરાના ધારાસભ્ય અને અખિલ કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ વીરેન્દ્રસિંહ બહાદૂરસિંહ જાડેજાના પુત્રો કુલદીપસિંહ, જયદીપસિંહ, ધર્મેન્દ્રસિંહ બહાદૂરસિંહ જાડેજા પરિવારજનો રહ્યા હતા. તેમના દ્વારા ઉપસ્થિત તમામ સંતો મહંતોને શાલ-હારથી વસ્તુદાન રૂપે બહુમાન કરાયું. ઉપરાંત ચાર માસનું રાશન દરેક માસની  પૂનમો તથા શ્રી ચંદ્રજયંતીના ભોજન-પ્રસાદના દાતા કાનજીભાઈ જગાભાઈ રાવરિયા (પટેલ), શામજીભાઈ તેજાભાઈ આહીર (ટી.એમ. સોલ્ટ), પંકજભાઈ હંસરાજભાઈ ઠક્કર (પ્રમુખ અખિલ કચ્છ રઘુવંશી શોસિયલ ગ્રુપ) અને એમના પરિવારજનો અષાઢી પૂનમના ભોજનના દાતા ધરમશી રણછોડ રાવરિયા, વિવિધ દાતા, કબરાઉના મુંબઈ વસતા પટેલ પરિવાર, વીરજીભાઈ રૂડાણી વગેરેએ પૂજન કર્યું હતું. મહંત રઘુમૂર્તિજી મહારાજે આ સંપ્રદાય સમગ્ર ભારતમાં ધર્મ સંસ્કૃતિનો પ્રચાર, લોકકલ્યાણ, પાઠ રાખવા અને મંદિરોના નિર્માણ માટે ફરતું હોવાનું જણાવ્યું હતું. દુર્ગાદાસજી અને મહંત અદ્વેતાનંદજી મહારાજે આશીવર્ચન આપ્યા હતા. કબરાઉના સરપંચ ઉદ્યોગપતિ કાનજી જગાભાઈ પટેલે  અને સમિતિએ સહયોગ આપ્યો હતો.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer