સાંગનારામાં ચામુંડા માતાજીનો પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો

સાંગનારામાં ચામુંડા માતાજીનો પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો
મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 14 : નખત્રાણા તાલુકાના સાંગનારા ખાતે રબારી સમાજ પશુઆરા પરિવાર દ્વારા ચામુંડા માતાજીના મંદિરનો ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં જનતા જોડાઇ હતી.પ્રથમ દિવસ ગણપતિ પૂજન બાદ ઉપસ્થિત સાધુ, સંતો, ભુવાઓ દ્વારા દીપ પ્રાગટય કરાયું હતું. રાત્રે માતાજીના ગરબા, દાંડિયારાસનું આયોજન થયું હતું.બીજા દિવસે સવારે  જલયાત્રા, મહાપ્રસાદ બાદ બપોરના ઉત્કૃષ્ટ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સર્વે રોગ નિદાન કેમ્પ તથા રકતદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. વીરેન્દ્ર જાની, મયંક ઠક્કર, દર્શન રાવલ તથા જી.કે. જનરલ હોસ્પિટલ ભુજના સ્ટાફે સહયોગ આપ્યો હતો. સાંજે ધર્મસભામાં ભોવાઓ કનીરામદાસજી, રામબાલકદાસજી બાપુ, ભુવાજી પનાભાઇ, ભુવાજી અમરાભાઇ ચાડવા, લાખાભાઇ ભુવા, દેવાભાઇ ભોપા, બબાભાઇ વાગાભાઇ, મહંત યોગી સોમનાથજી, મહેશનાથજી, યોગી અર્જુનનાથજી, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ડાયરેક્ટર નર્મદા નિગમ મુકેશ ઝવેરી, હરિભાઇ જાટીઆ, કૌશલ્યાબેન માધાપરિયા, જયંત માધાપરિયા, જેમલભાઇ રબારી, હીરાભાઇ દેવા રબારી વગેરેનું સન્માન કરવામાં આવ્યું હતું. વિધિ આચાર્ય કીર્તિકુમાર ગોરે કરાવી હતી. રબારી વેરશીભાઇ, રાણાભાઇ, નાથાભાઇ, લાખાભાઇ, મંગલભાઇ, લાખાભાઇ, કમાભાઇ વગેરે તેમજ યુવક મંડળે વ્યવસ્થા સંભાળી હતી. સંચાલન વાઘજીભાઇ તથા વેરશીભાઇએ જ્યારે આભારવિધિ ભીમજી રબારીએ કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer