કાળા ડુંગરના દત્ત શિખરે `શરદ પૂનમ'' નિમિત્તે જામી રાસ-ગરબાની રમઝટ

કાળા ડુંગરના દત્ત શિખરે `શરદ પૂનમ'' નિમિત્તે જામી રાસ-ગરબાની રમઝટ
ખાવડા (તા. ભુજ), તા. 14 : સીમા પરના વિખ્યાત કાળા ડુંગર સ્થિત દત્ત શિખર પર ભગવાન શ્રી દત્તાત્રયના સાંનિધ્યમાં પંચમ શરદોત્સવ ઊજવાયો હતો. મહેમાનો દ્વારા દીપ પ્રાગટય બાદ સમિતિના પ્રમુખ હીરાલાલ રાજદેએ સહુનું આવકાર સાથે સ્વાગત કર્યું હતું. લોહાણા ફ્રેન્ડઝ ગ્રુપ અને ખાવડા લોહાણા યુવક મંડળ, દત્ત યુવક મંડળના સંયુક્ત આયોજનથી યોજાયેલા આ રાસોત્સવમાં ભુજની હની ટયૂનના મયૂર સોની અને સાથીઓના સંગીતના સથવારે રમઝટ જાચી હતી. રાસ હરીફાઇમાં અનુક્રમે ઉદય કોટક, ઈવાંશી ઠક્કર, ભૂમિ તન્ના, ક્રિષા ઠક્કર, દેવ કોટકને ઇનામો સાથે કીર્તિભાઇ પૂજારા તરફથી ઇન્સ્યોરન્સની પોલિસી અપાઇ હતી. ઉપરાંત બિપિન કેસરિયા, હર્ષ કોટક, ધર્મેશ દાવડા અને પંકજ રાજદે તરફથી નાની બાલિકાઓ અને ભૂલકાઓને સ્મૃતિચિહ્ન અપાયા હતા. આ પ્રસંગે રા. સ્વ. સંઘના ગુજરાત પ્રાંત સેવા પ્રમુખ નારાણભાઇ વેલાણી, જિલ્લા સંપર્ક પ્રમુખ રવજીભાઇ ખેતાણી, સીમા જન કલ્યાણ સમિતિના પ્રાંત ઉપાધ્યક્ષ હિંમતસિંહભાઇ વસણ, ભુજના જાણીતા તબીબ મુકેશ ચંદે, ખાવડાના તબીબ મહાદેવ લોહાણા, દત્ત મંદિર સમિતિના મંત્રી ધીરેન્દ્ર તન્ના, ઉપપ્રમુખ ખીમજીભાઇ કોટક, સહમંત્રી રામલાલ કકડ, સભ્યો પ્રાણલાલ ઠક્કર, દિલીપ દાવડા, હિરેન દાવડા વિ. હાજર રહ્યા હતા. સમિતિના યુવા સદસ્ય વિપુલ તન્નાના માર્ગદર્શન નીચે યુવક મંડળ પ્રમુખ અનિરુદ્ધ રાજદે, મંત્રી હિતેશ બળિઆ, સહમંત્રી કનૈયાલાલ સોતા, શશિકાંત સોતા, હિરેન મજીઠિયા, ઘનશ્યામ મજીઠિયા વિ.એ વ્યવસ્થામાં સહયોગ આપ્યો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer