તો, રહેવાસીઓ ભુજ સુધરાઇમાં મોરચા સ્વરૂપે કરશે રજૂઆત

તો, રહેવાસીઓ ભુજ સુધરાઇમાં મોરચા સ્વરૂપે કરશે રજૂઆત
ભુજ, તા. 14 : જ્યુબિલી ગ્રાઉન્ડ નજીક ભક્તિધામ એપાર્ટમેન્ટ પાછળ ગંદકીથી ખદબદતા નાળાંની બે દિવસમાં સફાઇ નહીં થાય તો આ અંગે રહેવાસીઓ દ્વારા મોરચા સ્વરૂપે ભુજ સુધરાઇમાં રજૂઆત કરાશે.આ અંગે ભક્તિધામ કો-ઓપ. હાઉસિંગ સોસાયટીની યાદીમાં જણાવાયા મુજબ નાળાંમાં ગંદકીની સમસ્યા ઘણી જૂની છે. જ્યારે ચારથી પાંચ વાર રજૂઆત કરાય ત્યારે માંડ સુધરાઇની ટીમ સફાઇ માટે આવતી હોવાનું જણાવી ગંદકીને પગલે રોગચાળાની ભીતિ વ્યક્ત કરી હતી. હાલમાં આ એપાર્ટમેન્ટમાં બે ડેન્ગ્યુના કેસ હોવાનું જણાવી નાળાંમાં ખાડામાં સતત પાણી ભરાયેલાં રહે છે. જેથી રોગચાળાના વધુ કેસ નોંધાય તે પહેલાં નાળાંની સફાઇ કરવા માંગ કરી જો બે દિવસમાં સફાઇ નહીં કરાય તો સુધરાઇ ખાતે મોરચા સ્વરૂપે રજૂઆત કરાશે તેમ જણાવાયું હતું.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer