ભુજના માલાણી ફળિયા નજીક આવેલી મટન માર્કેટ અન્ય સ્થળે ખસેડો

ભુજના માલાણી ફળિયા નજીક આવેલી મટન માર્કેટ અન્ય સ્થળે ખસેડો
ભુજ, તા. 14 : અનેક રજૂઆતો છતાં શહેરના માલાણી ફળિયા નજીક આવેલી મટન માર્કેટ અન્ય સ્થળે ન ખસેડાતાં રહેવાસીઓમાં રોષની લાગણી ફેલાઇ છે અને ફરી એકવાર મુખ્ય અધિકારીને આ મુદ્દે રજૂઆત કરાઇ હતી. ભુજના રામેશ્વર મહાદેવ મિત્ર મંડળ, રાજગોર માલાણી ફળિયા  તથા રામેશ્વર સ્ટ્રીટ ખત્રી ચકલાના રહેવાસીઓ દ્વારા ભુજ સુધરાઇના મુખ્ય અધિકારી નીતિન બોડાતને આવેદન અપાયું હતું. જેમાં જણાવાયા મુજબ છેલ્લા ઘણા વર્ષોથી મટન માર્કેટ અન્યત્ર ખસેડવા માટે અરજી તથા આવેદનપત્ર અપાયા છે. છતાં  આજ દિન સુધી નગરપાલિકા દ્વારા કોઇ કાર્યવાહી નથી કરાઇ. અત્રે ઉલેખ્ખનીય છે કે, મટન માર્કેટ માટે અન્ય સ્થળે જગ્યા ફાળવાઇ છે તેમ છતાં આ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે માર્કેટ ચાલુ છે. જેથી રહેવાસીઓને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં આવતી દુર્ગંધને પગલે લોકો મંદિરે દર્શન કરવા પણ નથી આવી શકતા. જેથી આ મટન માર્કેટને સત્વરે અન્યત્ર ખસેડાય તેવી માંગ કરી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer