બીજ સંશોધન,પાકની જાત અને તેમાં રોગ-જીવાતની માહિતી અપાઇ

બીજ સંશોધન,પાકની જાત અને તેમાં રોગ-જીવાતની માહિતી અપાઇ
ભુજ, તા. 14 : ગુજરાત રાજ્ય બીજ નિગમ, ભુજ શાખા દ્વારા આજે માધાપર ખાતે અધિકૃત?ડીલર બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ડીલરને સંશોધન વૈજ્ઞાનિક બી. આર. નાકરાણી દ્વારા કૃષિ યુનિવર્સિટીમાં થતું બીજ સંશોધન તથા હાલની પાકની જાતો અને તે અંગેના રોગ / જીવાતની માહિતી અપાઇ હતી. આ ઉપરાંત નાયબ ખેતી નિયામક?ડી. એમ. મેણાંત, જિલ્લા ખેતીવાડી અધિકારી વાય. આઇ. ંિસહોરા તથા મદદનીશ ખેતી નિયામક ઉપેન્દ્ર જોષી દ્વારા વિવિધ સરકારી યોજના અંગે જાણકારી અપાઇ હતી. નિગમની વડી કચેરીના માર્કેટિંગ મેનેજર હરેશ લાલવાણીએ પ્રસંગોચિત્ત ઉદબોધન કર્યું હતું. નિગમ દ્વારા કચ્છમાં સૌથી વધારે વેચાણ કરનારા ત્રણ ખાનગી ડીલર તથા સહકારી સંસ્થાની કામગીરીને બિરદાવી પુરસ્કાર અપાયા હતા. જિલ્લા ખેતીવાડી ખાતાના અધિકારીઓ, વિસ્તરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત એગ્રો ઇન્ડ. કોર્પો. લિ.ના એન. ડી. મૈસુરિયા, ગુજરાત રાજ્ય બીજ નિગમની ભુજ શાખાના ડી. વી. પ્રજાપતિ, યોગેશકુમાર સોરઠિયા, જે. બી. નિમાવતે બેઠકની કામગીરી સંભાળી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer