અંજારના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપનારા સ્વ. ભવાનજી ચંદે કદાપિ ભૂલાશે નહીં

અંજારના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપનારા સ્વ. ભવાનજી ચંદે કદાપિ ભૂલાશે નહીં
અંજાર, તા.14 : અંજાર શહેરના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપનારા સ્વ. ભવાનજીભાઈ નરભેરામ ચંદેની 21મી પુણ્યતિથિએ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જડેશ્વર મંદિર પાસે આવેલી સદગતની પ્રતિમા પાસે પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. ચેમ્બરના પ્રમુખ રશ્મિનભાઈ પંડયા, માનદમંત્રી વસંતભાઈ કોડરાણી, ભરતભાઈ શાહે અંજલિ આપતાં જણાવ્યું હતું કે, સ્વ. ભવાનબાપા શહેરના સ્વપ્ન દૃષ્ટા હતા. તેમને કરેલા વિકાસના કાર્યો થકી કદાપિ ભૂલાશે નહીં. અંજારના વિકાસમાં સ્વ. ભવાનજીભાઈના ઉલ્લેખનીય યોગદાન ને જીઆઈડીસીની સ્થાપ્નામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ટ્રાન્સપોર્ટનગરની સ્થાપ્ના તેમજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના સ્થાપક પ્રમુખ હતા. અંજાર એજ્યુકેશન સોસાયટીના પૂર્વ અધ્યક્ષ અને શહેરની અનેકવિધ સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. નગરપતિ રાજુભાઈ પલણ, ઉપપ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકા, કારોબારી ચેરમેન કેશવજીભાઈ સોરઠિયા, શાસકપક્ષના નેતા ડેની શાહએ અંજલિ આપતાં જણાવ્યું હતું કે, સદગત ભવાનજીભાઈએ સુધરાઈની વિવિધ સમિતિઓમાં રહી શહેરમાં પાણીના અલગ ઝોન, રસ્તાઓ, પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની સુવિધાઓ વધારવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. રાજ્યમંત્રી વાસણભાઈ આહીરે અંજલિ સંદેશો પાઠવી તેમની કામગીરીને બિરદાવી હતી. લોહાણા સમાજના પ્રમુખ હસમુખભાઈ કોડરાણી, અગ્રણી ગોવિંદભાઈ કોઠારી, મહેન્દ્રભાઈ કોટકે તેમની સમાજ ઉપયોગી કામગીરી બિરદાવી સમાજ વતી અંજલિ આપી હતી.એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ ચંદ્રકાંતભાઈ પલણે સદગતની શિક્ષણક્ષેત્રે કરેલી કામગીરીથી આજે શહેરમાં વિશાળ શિક્ષણની સુવિધા પ્રાપ્ત થઈ રહી હોવાનું જણાવ્યું હતું. શહેર ભાજપના પ્રમુખ સંજયભાઈ દાવડા, કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજના પ્રમુખ બલરામભાઈ જેઠવા, ડાયાલાલ મઢવી, સુધરાઈના પૂર્વ પ્રમુખ પુષ્પાબેન ટાંક, રીંકું ગુસાઈ, જયશ્રીબેન મહેતા, નીલેશભાઈ ગોસ્વામી, જયશ્રીબેન ઠક્કર, મહેશભાઈ દાવડા, મુંદરા વિભાગના પૂર્વ ધારાસભ્ય ગોપાલભાઈ ધુઆ, જિલ્લા ભાજપના અગ્રણી રામજીભાઈ ઘેડા, આશિષ ઉદવાણી, હિતેન્દ્ર વ્યાસ, જીવરામભાઈ ટાંક, સૂર્યકાંતભાઈ ગજજર, આલાભાઈ આહીર, પ્રવીણભાઈ રાણા, ઈસ્માઈલભાઈ ખત્રી, મનજીભાઈ આહીર, શિરીષભાઈ હડિયા, હિતુભાઈ વોરા, જયેન્દ્રસિંહ જાડેજા, વિ. અગ્રણીઓ ઉપસ્થિત રહી સદગતને પુષ્પાંજલિ આપી હતી. સદગતના પરિવારના રણજીતભાઈ ચંદે, મહેન્દ્રભાઈ ચંદે દ્વારા શહેરની હોસ્પિટલ, ઝૂંપડપટી વિસ્તારમાં ફળ, મીઠાઈ, અનાજનું વિતરણ કરાયું હતું. સંચાલન શિક્ષણ સમિતિના ચેરમેન કિશોરભાઈ ખટાઉએ કર્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer