વરસામેડીમાં એક જ પક્ષના બે જૂથ વચ્ચે સશત્ર ધીંગાણું

ગાંધીધામ, તા. 14 : અંજાર તાલુકાના વરસામેડી ગામમાં અગાઉના ઝઘડાનું મન દુ:ખ રાખી એક જ પક્ષના બે જૂથ સશત્ર સામસામે આવી જતાં બંને જૂથના પાંચ લોકો ઘવાયા હતા. વરસામેડી ગામના વરાયા ફળિયામાં રહેતા ભરત અરજણ વરાયા (આહીર)એ ગામના જ ભરત નારાણ ડાંગર, ભરત પૂંજા ડાંગર, વાલજી રામજી ડાંગર, રાહુલ ગોપાલ ડાંગર, વિકાસ વાલજી ડાંગર, મ્યાજર હીરા ડાંગર અને ઉમેદ દેવા ડાંગર વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદી અને તેનો કુટુંબી ભાઈ  કેવલ શંકર વરાયા આહીર સમાજવાડીની બાજુમાં મેદાનમાં બેઠા હતા ત્યારે આ શખ્સો ત્યાં આવ્યા હતા અને તમોને અમારા ઘર પાસે કચરો ફેંકવાની ના પાડી છે તોય કેમ માનતા નથી તેમ કહી આ શખ્સોએ ધારિયા, પાઈપ, લાકડાના ધોકા વડે હુમલો કરતાં આ બંને યુવાનોને માથામાં ઈજાઓ પહોંચી હતી. બીજી બાજુ વાલજી રામજી ડાંગર (આહીર)એ કેવલ શંકર વરાયા, રવિ સામજી વરાયા, ભરત અરજણ વરાયા, અશ્વિન અરજણ વરાયા, દિનેશ સામજી વરાયા, હરિ શંકર વરાયા અને રુચિત રાજેશ વરાયા વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અષાઢી બીજના થયેલા ઝઘડાનું મનદુ:ખ રાખી આ શખ્સોએ સમાજવાડી પાસે ધારિયા, લોખંડના પાઈપ વડે હુમલો કરતાં ફરિયાદીને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી તેમજ ભરત પૂંજા ડાંગર અને ભરત નારણ ડાંગરને પણ ઈજાઓ થઈ હતી. આ ત્રણેયને સારવાર અર્થે ખસેડાયા હતા. બંને પક્ષની પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer