કડોલથી બન્નીના 25 મીટર રસ્તા પર દબાણ થતાં પશુઓને જવું કેમ

ભચાઉ, તા. 12 : તાલુકાનાં કડોલ તરફ બન્નીના રણમાં વિશાળ ગૌચર જમીનમાં સારા વરસાદે ઊગેલા ઘાસ વચ્ચે ખેતરોમાં દબાણ કરાતાં વાગડ સહિતના હજારો પશુઓનો રસ્તો બંધ થઇ  ગયો છે. 80 વર્ષથી કડોલની 18 કિલો મીટર દૂર બન્નીમાં જવાના 25 મીટર પહોળા રસ્તાનું દબાણકારોએ દબાણ કરતાં પશુઓને જવું કેમ એ પ્રશ્ન ઊભો થયો છે. સત્તાવાળા આ ગેરકાયદે દબાણ દૂર કરાવી મૂંગા પશુ માટે સારા વરસાદે ઊગેલા ઘાસનો માર્ગ ખુલ્લો કરાવે તો મનફરા પાંજરાપોળની 2500 ગાય, રાપરની 14000, પદમપરની 2500, ભચાઉ, લાકડિયા, આધોઇ ઉપરાંત આ તાલુકાની અનેક ગાયો, મૂંગા  જીવોને લીલા ઘાસનો લાભ મળે. આ ઘાસ પાસે જીવદયાપ્રેમીઓએ દાન આપી- મેળવી રૂા. 20 લાખના ખર્ચે ત્યાં ડેમ બાંધ્યો છે. આ ડેમમાં હાલે પાણી છે પરંતુ કડોલ પાસેથી નર્મદા કેનાલની પાઇપ લાઇનથી ડેમમાં પાણી છેડાય તો ઉનાળા સહિત બારેમાસ પશુઓને પીવા માટે ઉપયોગી બને એવી જીવદયાપ્રેમીઓની માગણી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer