રાજકીય આગેવાનોની નહીં, શિક્ષકોની ભરતી કરો : કોંગ્રેસના પ્રહારો

ભુજ, તા. 14 : રાજકીય આગેવાનોની ભરતી કરવાને બદલે સરકારે વહીવટી તંત્ર તથા શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવી જોઇએ તેવું જિલ્લા કોંગ્રેસ પ્રમુખે એક નિવેદનમાં જણાવ્યું હતું. પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા તથા જિલ્લા પ્રવક્તા ગનીભાઇ કુંભારે મુંદરામાં રાજકીય પક્ષપલટાના કાર્યક્રમને શિક્ષણ સાથે જોડીને તાયફો કરવાના આક્ષેપ સાથે સખત શબ્દોમાં વખોડીને ઉમેર્યું હતું કે, ગુજરાતમાં ભાજપના શાસનમાં છેલ્લા ત્રણ?દાયકાથી યુવાનોને રોજગારી આપવાના પ્રશ્ને અક્ષમ્ય બેદરકારી દાખવી છે. નવી રોજગારી ઊભી કરવાના બદલે ભરતીમાં કૌભાંડ  આચરવામાં આવે છે. વધુમાં ફિક્સ પગાર-કરાર આધારિત નોકરી, આઉટ સોર્સિંગના નામે યુવાનોનું શોષણ થઇ?રહ્યું છે. આ સંજોગોમાં રાજકીય પક્ષના આગેવાનોને ભાજપમાં ભરતી કરી રહ્યા છે તે શોભાસ્પદ ન હોવાનું બંને આગેવાનોએ ઉમેર્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer