અંજાર પાલિકામાં લારીઓના ભાડાં વસૂલવાના ટેન્ડરના મુદે વિવાદ

ગાંધીધામ,તા.14: અંજાર સુધરાઈમાં વિવાદના વમળો શાંત થવાનું નામ લેતા નથી. તેવામાં  હંગામી લારીઓનું  ભાડું વસૂલવાના  ટેન્ડરના મુદે શિસ્તબદ્ધ પાર્ટીમાં  જૂથવાદ પરાકાષ્ટાએ  પહોંચ્યો છે. આ પ્રક્રિયા સ્થગિત કરાવી  પુન: નવી  પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવા દાવપેચ શરૂ થયા છે. પાલિકાના સતાધીશોએ યોગ્ય રીતે પ્રક્રિયા થઈ હોવાનો દાવો કર્યો છે. શહેરના જુદા-જુદા વિસ્તારમાં  ઊભી રહેતી લારીઓનું ભાડું વસૂલવા માટેનું સુધરાઈ દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં આવેલી અરજીઓમાં અધુરાશો હોવા છતાં  ટેન્ડરો  ખોલવામાં આવતા હોવાનો આક્ષેપ ઊઠયો છે. ટેન્ડરની પ્રક્રિયામાં આવેલી અરજીઓમાં  કેટલીક  અધુરાશો  હોવાની  ચર્ચાને  સમર્થન આપતાં  મુખ્ય અધિકારી સંજયભાઈ પટેલે જણાવ્યું હતું કે જે એજન્સીને ટેન્ડર લાગ્યું છે  તેની  ડિપોઝિટની રકમ અગાઉથી જમાછે. કાલે મળનારી કારોબારી સમિતિની બેઠકમાં આ સંદર્ભે નિર્ણય લેવામાં આવશે તેવું તેમણે ઉમેર્યું હતું.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer